ત્રણ મહિનામાં 80 હજાર કર્મચારીઓએ ઈન્ફોસિસમાંથી છોડી નોકરી, જાણો શું છે કારણ
દેશની સૌથી મોટી સૉફ્ટવેર સર્વિસ કંપની ઈન્ફોસિસમાંથી નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્રિમાસિક પર નજર કરીએ તો જાણવા મળશે કે નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યા સતત વધી છે. કંપની તરફથી મળેલા આંકડા પ્રમાણે જાન્યુઆરી-માર્ચ 2022 દરમિયાન 27.7 ટકા કર્મચારીઓએ નોકરી છોડી છે.
નવી દિલ્લી: દેશની સૌથી મોટી સૉફ્ટવેર સર્વિસ કંપની ઈન્ફોસિસમાંથી નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્રિમાસિક પર નજર કરીએ તો જાણવા મળશે કે નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યા સતત વધી છે. કંપની તરફથી મળેલા આંકડા પ્રમાણે જાન્યુઆરી-માર્ચ 2022 દરમિયાન 27.7 ટકા કર્મચારીઓએ નોકરી છોડી છે.
27.7 ટકા લોકોએ છોડી છે નોકરી-
ઈન્ફોસિસે 2021-22માં વૈશ્વિક સ્તર પર 85,000 ફ્રેશર્સને રોજગાર આપ્યું છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં 50 હજાર નવા લોકોને રોજગાર આપવાની યોજના બનાવે છે. જોકે માર્ચ ક્વાર્ટરમાં ડ્રોપઆઉટ ટકાવારી 27.7 ટકા હતી. ઉદ્યોગમાં પ્રતિભાની વધતી જતી માગ અને બદલાતા માગના વાતાવરણ સાથે, કંપની છોડનારા લોકોની ટકાવારી વધુ છે.
કંપનીએ 12 ટકા નફો કર્યો છે-
છેલ્લા 12 મહિનામાં નોકરી છોડનારા લોકોની સૌથી વધુ ટકાવારી છે. આ સતત ત્રીજું ક્વાર્ટર છે જ્યારે નોકરી છોડનારા લોકોનો આંકડો 20% છે. કંપનીએ જણાવ્યું કે અગાઉના નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 12 ટકા વધીને 5,686 કરોડ રૂપિયા થયો હતો.
રશિયામાં વેપાર બંધ-
ઈન્ફોસિસ એ કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે યુક્રેન પર હુમલા બાદ રશિયામાંથી બહાર થઈ રહી છે. ઈન્ફોસિસે જણાવ્યું હતું કે તે હાલમાં રશિયામાં તેના ગ્રાહકો સાથે કોઈ વ્યવસાય ચલાવી રહી નથી અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની યોજના નથી.