નવી દિલ્હીઃ Inox Green Energy IPO GMP: આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝ લિમિટેડ (Inox Green Energy IPO GMP) નો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ 22 નવેમ્બર 2022ના સબ્સક્રિપ્શન માટે ઓપન થવાનો છે. આઈનોક્સ ગ્રીન એનર્જી આઈપીઓ 11 નવેમ્બરે ઈન્વેસ્ટમેન્ટ માટે ખુલશે અને 15 નવેમ્બર 2022 સુધી બોલી લગાવવા ખુલો રહેશે. તેની પ્રાઇઝ બેન્ડ 61-65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

740 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ
અલ્ટરનેટિવ એનર્જી કંપની પોતાના આઈપીઓ દ્વારા 740 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી છે. તેમાં 370 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે, જ્યારે બાકી ₹370 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં દરેકની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોમાં કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ નોકરી-ધંધાથી કંટાળ્યા છો? આ વસ્તુની ખેતી કરો અને થોડા જ ટાઈમમાં બની જાઓ માલામાલ!


શું છે ગ્રે માર્કેટમાં ભાવ?
આ વચ્ચે સબ્સક્રિપ્શન ખુલવાની તારીખ પહેલા આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝ લિમિટેડ આઈપીઓ પર ગ્રે માર્કેટમાં તેજી આવી છે. માર્કેટ ઓબ્ઝર્વર પ્રમાણે આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝ લિમિટેડના શેર આજે ગ્રે માર્કેટમાં 12 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે ગ્રે માર્કેટ આશા કરી રહ્યું છે કે ગ્રીન એનર્જી આઈપીઓનું લિસ્ટિંગ લગભગ ₹77 (₹65 + ₹12) થશે, જે આઈનોક્સથી 18.50 ટકા વધુ છે. 


ગૌતમ અદાણી સાથે છે કનેક્શન
નોંધનીય છે કે આીનોક્સ વિંડની સબ્સિડિયરી કંપની Green Energy Services નો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરલ અને તમિલનાડુમાં કારોબાર છે. નોંધનીય છે કે આઈનોક્સ જીએફએલ સમૂહની કંપનીઓનો ભાગ છે. આઈનોક્સ વિંડની વર્તમાનમાં આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસેઝમાં 93.84 ટકા ભાગીદારી છે. હાલમાં Inox ગ્રીન એનર્જી સર્વિસેઝે ત્રણ સ્પેશિયલ યુનિટ્સમાં પોતાની તમામ ઇક્વિટી ભાગીદારી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીને વેંચી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube