ગુજરાતી કંપનીએ શેરબજારમાં એન્ટ્રી સાથે જ મચાવી ધમાલ, રોકાણકારો માલામાલ, એક્સપર્ટે કહ્યું- હોલ્ડ કરજો
આ કંપની વડોદરા સ્થિત કંપની છે. ઈનોક્સ ગ્રુપ કંપનીઓમાં ઈનોક્સ એર પ્રોડક્ટ્સ અને ઈનોક્સ Leisure માં સામેલ છે. અત્રે જણાવવાનું કે ઈનોક્સ ઈન્ડિયાના શરૂઆત 1976માં બરોડા ઓક્સીજનના નામથી થઈ હતી. આ કંપની ક્રાયોજેનિક ટેંક અને ઈક્વિપમેન્ટ, બેવરેજ કેગ જેવી ચીજો બનાવે છે.
ક્રાયોજેનિક ટેંક બનાવનારી કંપની Inox India Limited નો આઈપીઓ આજે ગુરુવારે 21 ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થઈ ગયો. કંપનીના શેરોની આજે બીએસઈ અને એનએસઈ પર શાનદાર લિસ્ટિંગ થયું. ઈનોક્સ ઈન્ડિયા લિમિટેડના શેર બીએસઈ પર 42 ટકા પ્રીમિયમ સાથે 933.15 રૂપિયા પર લિસ્ટ થયા. જ્યારે એનએસઈ પર કંપનીના શેર 43.89 ટકાની સાથે 949.65 રૂપિયા પર લિસ્ટ થયા. અત્રે જણાવવાનું કે આ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 627 રૂપિયાથી 660 રૂપિયા નક્કી કરાયો હતો. ગઈ કાલે શેર બજારમાં ભારે હાહાકાર મચી ગયો હતો.
આ અગાઉ પણ આ આઈપીઓને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો જે અંતિમ દિવસે 61.28 ગણો ભરાઈને બંધ થયો હતો. કંપનીએ 1469 કરોડ રૂપિયા ભેગા કરવા માટે પબ્લિક ઈશ્યુ લોન્ચ કર્યો હતો.
એક્સપર્ટનો મત
માર્કેટ ગુરુ અનિલ સંઘવીએ આઈપીઓના લિસ્ટિંગ પર રોકાણકારોને સલાહ આપી છે કે શેરને વેચે નહીં તેને જરૂર હોલ્ડ કરે. શોર્ટ ટર્મ રોકાણકાર શેરને 1050 રૂપિયાના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરે. આ અગાઉ અનિલ સિંઘવીએ આઈપીઓ માટે મોટા લિસ્ટિંગ ગેઈન અને લોંગ ટર્મનો મત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે INOX India નો માર્કેટ લીડરશીપનો 30 વર્ષનો મજબૂત પેરેન્ટ્સ છે. ફાઈનાન્શિયલ ટ્રેક રેકોર્ડ પણ સારો છે. પોઝિટિવ કેશ ફ્લો સાથે કરજમુક્ત કંપની છે. કંપનીનો ઓર્ડરબુક પણ મજબૂત છે.
INOX India IPO
- તારીખ 18 થી 18 ડિસેમ્બર
- ઈશ્યુ પ્રાઈઝ- 660 રૂપિયા શેર
- લોટ સાઈઝ- 22 શેર
- ઈશ્યુ સાઈઝ- 1469 કરોડ રૂપિયા
- સબસ્ક્રિપ્શન- 61.28 ગણો
INOX ઈન્ડિયાનો બિઝનેસ
ઈનોક્સ ઈન્ડિયામાં ઈનોક્સ ગ્રુપની ભાગીદારી છે. આ કંપની વડોદરા સ્થિત કંપની છે. ઈનોક્સ ગ્રુપ કંપનીઓમાં ઈનોક્સ એર પ્રોડક્ટ્સ અને ઈનોક્સ Leisure માં સામેલ છે. અત્રે જણાવવાનું કે ઈનોક્સ ઈન્ડિયાના શરૂઆત 1976માં બરોડા ઓક્સીજનના નામથી થઈ હતી. આ કંપની ક્રાયોજેનિક ટેંક અને ઈક્વિપમેન્ટ, બેવરેજ કેગ જેવી ચીજો બનાવે છે. કંપનીના પ્રોડક્ટ્સનો ઉપયોગ એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ ગેસ, એલએનજી, સ્ટીલ, હેલ્થકેર, કેમિકલ જેવી ઈન્ડસ્ટ્રીમાં થાય છે. ઈનોક્સ ઈન્ડિયા 66 દેશોમાં નિકાસ કરે છે. કંપનીના કુલ 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.
INOX India IPO Subscription Status
કેટેગરી સબસ્ક્રિપ્શન
QIBs 147.80 ગણો
NIIs 53.20 ગણો
રિટેલ 15.30 ગણો
કુલ 61.28 ગણો
(અહેવાલ- સાભાર ઝી બિઝનેસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube