નવી દિલ્હી:કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે. હોલની અંદર સેનિટાઇઝેશન, સફાઇ અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું કડકાઇથી પાલ કરવું પડશે. દર્શક પણ સિનેમા હોલથી હજુ દૂર રહેવાનું પસંદ કરી શકે છે. એવામાં સિનેમા માલિક પણ દર્શકોને મૂવી થિયેટર સુધી ખેંચવા માટે નવી નવી ઓફર્સ લઇ આવી રહ્યા છે. Inox મૂવીઝએ પણ પોતાના ગ્રાહકોને વાપસ થિયેટર સુધી બોલાવવા માટે આલીશાન ઓફર આપી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીના લગ્નમાં 550 કરોડ ખર્ચ કરનાર હવે થયા દેવાળિયા, જાણો આ બિઝનેસમેનની કહાની


શું છે Inoxની ઓફર?
Inox મૂવીઝે પોતાની પ્રાઇવેટ સ્ક્રીનિંગ શરૂ કરી છે. કંપનીની માફક ઓફર શરૂ કરી દીધી છે કે હવે તમે પોતાના પ્રાઇવેટ થિયેટર બુક કરી શકો છો ફક્ત 2999 રૂપિયામાં તમે આખુ થિયેટર બુક કરીને પોતાના મિત્રો, પરિવાર સાથે ફિલ્મની મજા માણી શકો છો. આ ઓફરમાં ઓછામાં ઓછા બે લોકો હોવા જરૂરી છે. મેક્સિમમ સંખ્યા થિયેટરની પુરી ક્ષમતાની 50 ટકા હશે. 
ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો 24 કેરેટ શુદ્ધ સોનું, આ છે BharatPe ની નવી સ્કીમ


કેવી રીતે થશે બુકિંગ?
કંપનીના અનુસાર પ્રાઇવેટસ્ક્રિંનિંગની સુવિધા દેશભરમાં હાલ આયનોક્સના દરેક થિયેટરમાં હશે. બુકિંગ માટે કંપનીને tickets@inoxmovies.com ને મેલ મોકલવો પડશે. આ મેલમાં પ્રાઇવેટ સ્ક્રીનિંગને લઇને પુરી જાણકારી આપવી પડશે. જેમ કે ક્યારે મૂવી જોવા માંગો છો, કઇ મૂવી જોવા માંગો છો. કંપની તમારા મન અનુસાર તમામ અરેંજમેન્ટ કરી દેશે. કોરોના વાયરસના કારણે તમામ થિયેટરમાં લોકો નથી આવી રહ્યા. ઓડિયન્સને આકર્ષિત કરવા માટે જ કંપનીએ આ ઓફર કાઢી છે. તેનાથી કંપનીને ફાયદો થશે અને ગ્રાહકોને પોતાની સુરક્ષાની ચિંતા રહેશે નહી. 
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube