શેરબજાર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. શેર માર્કેટમાંથી મોટી કમાણી કેવી રીતે કરવી? જ્યારે પણ આવી બાબતો સામે આવે છે ત્યારે સૌથી પહેલાં વોરેન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દામાણી જેવા મોટા રોકાણકારોના નામ સામે આવે છે. જો કે, હવે એવા ઘણા રોકાણકારો માર્કેટમાં આવી ગયા છે, જેઓ નાની ઉંમરમાં કરોડોની કમાણી કરી રહ્યાં છે. આમાંથી એક નામ હૈદરાબાદના સંકર્ષ ચંદાનું છે. 17 વર્ષની ઉંમરે શેરબજારમાં પૈસાનું રોકાણ કરનાર સંકર્ષ પાસે 25 વર્ષની ઉમર સુધી 100 કરોડથી વધુનું ફંડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભ્યાસ છોડી શેરબજારમાં ઝંપલાવ્યું
રિપોર્ટ્સ અનુસાર 12મા ધોરણ પછી ગ્રેટર નોઈડાની બેનેટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં  સંકર્ષ B.Tech કરવા ગયો. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. શેરબજારમાં રસ હોવાને કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને આટલી નાની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું.


શેરબજારમાં પ્રોફિટ બુક કરીને કંપની શરૂ કરી
સંકર્ષે વર્ષ 2016માં માત્ર રૂ. 2,000 સાથે શેરબજારમાં પ્રથમ રોકાણ કર્યું હતું અને આગામી બે વર્ષમાં સારી કમાણી કરી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે માત્ર 2 વર્ષમાં તેણે શેરબજારમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે વધીને 13 લાખ રૂપિયા થઈ ગયું હતું. તેણે 8 લાખના શેર વેચ્યા અને આ સાથે કંપની શરૂ કરી. આ કંપનીનું નામ Savart (Svobodha Infinity Investment Advisors Private Limited) છે. તે તેના સ્થાપક છે. જ્યારે કંપની શરૂ કરવામાં આવી ત્યારે તેમાં 35 લોકો હતા.


સંકર્ષ ચંદા પુસ્તક પણ લખે છે
સંકર્ષે નાની ઉંમરે શેરબજારમાં મોટી સફળતા મેળવી છે. 2016 માં તેણે  'Financial Nirvana' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં વેપાર અને રોકાણ વચ્ચેની કડી સમજાવવામાં આવી છે. સંકર્ષ પાસે અબજો રૂપિયા છે પરંતુ તે ખૂબ જ સરળ રહે છે. મોટાભાગે તે ટી-શર્ટ અને શોર્ટ્સમાં જ જોવા મળે છે. જ્યારે કોઈ મીટિંગ અથવા શોનો ભાગ હોય ત્યારે જ ખાસ કપડાં પહેરે છે.