નવી દિલ્લીઃ હાલ દેશમાં વિવિધ મુદ્દાને લઈને પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓ વિરોધ દરમિયાન સરકારી સંપત્તિને ઘણું નુકસાન પહોંચી રહ્યા છે. સરકારીની સાથે સાથે ભીડ પ્રાઈવેટ પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડે છે. અમુક પ્રદર્શનકારીઓએ લોકોની કારમાં પણ આગ લગાવી હોવાની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવે છે જેમાં પ્રદર્શનકારીઓ બેફામ બનીને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. કેટલી મહેનત બાદ ખરીદેલા વાહનોને વગર વાંકે ખોવાનો વારો આવે ત્યારે શું થાય. ત્યારે મોટો સવાલ એ છે કે, આવી સ્થિતિમાં કાર અને બાઈકને નુકસાન પહોંચે તો કંપની ઈન્શ્યોરન્સ આપે છે કે નહીં. આજે અમે તમને જણાવીશું કે, ઈન્શ્યોરમ્સ કંપનીઓના નિયમો મુજબ આવી સ્થિતિમાં ક્લેમ કરાઈ છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ક્લેમ મળે છે?
જો પ્રદર્શન દરમિયાન વાહનને આગ લગાવવામાં આવે તો ક્લેમ મળે છે? આ મામલે ઈન્શ્યોરન્સ એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્થિતિમાં ક્લેમ મળવાની સંભાવના છે. એનો મતલબ છે કે, જો પ્રદર્શન દરમિયાન તમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે તો તેના માટે ક્લેમ મળી શકે છે. જો કે, તેના માટે તમારા ઈન્શ્યોરન્સના નિયમ અને શરતો પર આધાર રાખે છે. ઘણી પોલિસીમાં આ માટે ખાસ નિયમો હોય છે. 


કોણ કોણ કરી શકે છે ક્લેમ?
તમને જણાવી દઈએ કે, આ પરિસ્થિતિમાં એ લોકોને જ ક્લેમ મળે છે જેમની થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ નથી હોતું. જો તમારી કારનું થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ છે તો તમને ક્લેમ મળવામાં મુશ્કેલી આવશે. 


કઈ શરતોનું પાલન કરવું પડશે?
જણાવી દઈએ કે, આ સ્થિતિમાં અમુક શરતોનું પાલન કરવું પડે છે. ઈન્શ્યોરન્સ એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્થિતિમાં તમારે ઘટનાના અમુક કલાકો અંદર જ તેની FIR કરાવવી પડે છે. આ સિવાય નિયમ મુજબ આગ બુઝાવવા સંબંધી એક રિપોર્ટ બને છે જે લગભગ 15 દિવસમાં આવે છે. તેના આધાર પર આગળ ક્લેમની પ્રોસેસ થાય છે. તેવામાં પોલિસીની સાથે આ બે કાગળ પણ આવશ્યક છે. 


પોલિસીમાં આપી હોય છે જાણકારી:
ઈન્શ્યોરન્સ કંપની તરફથી જ્યારે ઈન્શ્યોરન્સ લો છો ત્યારે તમે ઓફિશિયલી વેબસાઈટ પર પણ પોલિસી હિસાબ જોઈ શકો છો. તેમાં લગભગ 2-4 પેજ પર તેની જાણકારી આપેલી હોય છે.તેમાં જણાવાયું હોય કે, કઈ કઈ શરતોમાં ક્લેમ આપવામાં આવશે. માટે તમે પણ તેને એકવાર જોઈ લો અને ધ્યાનથી વાંચ્યા બાદ જ ઈન્શ્યોરન્સ કરાવો.