3 વર્ષમાં 2000% ની છપ્પરફાડ તેજી, હવે કંપની પ્રથમવાર ઈન્વેસ્ટરોને આપશે બોનસ શેર
ઇન્ટિગ્રા એસેન્શિયાના સ્ટોક 3 વર્ષમાં 33 પૈસાથી સાત રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળામાં કંપનીએ 2000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીએ હવે એક શેરના બદલે 1 શેર બોનસ આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ એક નાની કંપની ઇન્ટિગ્રા એસેન્શિયાના સ્ટોકમાં ત્રણ વર્ષમાં છપ્પરફાડ તેજી આવી છે. કંપનીનો સ્ટોક આ સમયમાં 33 પૈસાથી વધી 7 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઇન્ટિગ્રા એસેન્શિયાના સ્ટોકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2000 ટકાથી વધુની તેજી આવી છે. સ્મોલકેપ કંપનીએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ઇન્ટિગ્રા એસેન્શિયા (Integra Essentia) પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
દરેક શેર પર 1 બોનસ શેર આપવાની જાહેરાત
ઇન્ટિગ્રા એસેન્શિયા (Integra Essentia)એ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 નવેમ્બરે થયેલી મીટિંગમાં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક એક શેર પર 1 શેર બોનસ તરીકે આપશે. કંપનીએ હજુ બોનસ શેરની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 100 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ 10000% ની છપ્પરફાડ તેજી, ત્રણ વર્ષમાં 13 રૂપિયાથી 1300ને પાર પહોંચ્યો આ શેર
3 વર્ષમાં 1 લાખના બની ગયા 21 લાખ રૂપિયા
ઇન્ટિગ્રા એસેન્શિયા (Integra Essentia)નો સ્ટોક 27 નવેમ્બર 2020ના 33 પૈસા પર હતો. કંપનીનો શેર 24 નવેમ્બર 2023ના 7.02 રૂપિયા પર બંધ થયો છે. સ્મોલકેપ કંપનીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 2027 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 27 નવેમ્બર 2020ના ઇન્ટિગ્રા એસેન્શિયા (Integra Essentia)ના સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને ઈન્વેસ્ટમેન્ટ યથાવત રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 21.27 લાખ હોત. ઇન્ટિગ્રા એસેન્શિયાએ ફેબ્રુઆરી 2022માં 3 રૂપિયાની ફેસવેલ્યૂ વાળા શેરને 1 રૂપિયા ફેસ વેલ્યૂના સ્ટોકમાં વિભાજીત કર્યો હતો. અમે અમારી ગણતરીમાં સ્ટોક સ્પ્લિટ સામેલ કર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube