આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગત
Interarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
IPO News: શેર બજારમાં આજે એટલે કે સોમવારે Interarch Building Products Limited નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો દ્વારા 179.90 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. મહત્વનું છે કે કંપની તરફથી એન્કર ઈન્વેસ્ટરોને 900 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે 19,14,288 શેર જારી કરવામાં આવ્યા છે. સારી વાત છે કે ગ્રે માર્કેટમાં સારૂ રિસ્પોન્સ મળી રહ્યો છે.
શું છે કિંમત?
Interarch Building Products Limited આઈપીઓની પ્રાઇઝ બેન્ડ કંપનીએ 850 રૂપિયાથી 900 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ 16 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14400 રૂપિયાનો દાવ લગાવવો પડશે. કંપનીએ પોતાના કર્મચારીઓને દરેક શેર પર 85 રૂપિયાની છૂટ આપી છે. ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 19 ઓગસ્ટ 22 ઓગસ્ટ સુધી દાવ લગાવી શકશે.
શું છે આઈપીઓની સાઇઝ
Interarch Building Products Limited આઈપીઓની સાઇઝ 600.29 કરોડ રૂપિયા છે. કંપની 22 લાખ શેર ફ્રેશ ઈશ્યૂ હેઠળ જારી કરશે. તો ઓફર ફોર સેલ હેઠળ 44 કરોડ શેર જારી કરવામાં આવશે. કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 22 ઓગસ્ટે કરવામાં આવશે. તો કંપની 26 ઓગસ્ટે શેર બજારમાં પર્દાપણ કરશે. કંપનીમાં પ્રમોટર્સની કુલ ભાગીદારી 87 ટકા છે.
આ પણ વાંચોઃ પત્નીને સાથે રાખી જોઈન્ટમાં લો હોમ લોન, થશે મોટો ફાયદો, 7 લાખ સુધીનો બચી જશે ટેક્સ
ગ્રે માર્કેટ કંપનીની સારી સ્થિતિ
ઈન્વેસ્ટર ગેટના રિપોર્ટ અનુસાર, કંપનીનો આઈપીઓ આજે 325 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આપણે ગ્રે માર્કેટમાંથી આવતા સંકેતો પર નજર કરીએ તો કંપનીનું લિસ્ટિંગ રૂ. 1200ને પાર કરી શકે છે. જો આવું થાય તો કંપનીનું લિસ્ટિંગ શાનદાર બની શકે છે. રોકાણકારો પ્રથમ દિવસે જ 36 ટકા નફો કરી શકે છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)