International Gemmological Institute: ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયા) લિમિટેડના આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 397-417 નક્કી કરવામાં આવી છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 35 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14 હજાર 595 રૂપિયા છે. આ IPO સબસ્ક્રિપ્શન માટે 13 ડિસેમ્બરે ખુલશે અને 17 ડિસેમ્બરે બંધ થશે. શેરની ફાળવણી અથવા રિફંડ 19 ડિસેમ્બરે થશે. કંપનીના શેર 20 ડિસેમ્બરે BSE, NSE પર લિસ્ટ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1,475 કરોડનો ફ્રેશ ઈશ્યુ
આ 4225 કરોડનો એક બુક બિલ્ટ ઈશ્યુ છે. આ 1475 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ અને 2750 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલનુંનું કોમ્બિનેશન છે. કંપનીના પ્રમોટર બીસીપી એશિયા II ટોપકો પ્રાઇવેટ લિમિટેડ છે.


આ ઈસ્યુમાંથી પ્રાપ્ત થયેલ આવકનો ઉપયોગ કંપની પ્રમોટર પાસેથી IGI બેલ્જિયમ ગ્રુપ અને IGI નેધરલેન્ડ ગ્રુપના સંપાદન માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે કરશે.


ચીલ્લરના ભાવમાં મળી રહેલ આ કંપનીઓના શેરે કર્યા માલામાલ, 30% સુધીનું આપ્યું રિટર્ન


1999માં કરાઈ સ્થાપના
ફેબ્રુઆરી 1999માં સ્થાપના કરવામાં આવેલ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઇન્ડિયા) લિમિટેડ હીરા, રત્ન અને જ્વેલરીને પ્રમાણિત અને ગ્રેડિંગ કરતી વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સંગઠન છે. IGI સ્વતંત્ર ગ્રેડિંગ રિપોર્ટ પ્રદાન કરે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ધોરણોનો ઉપયોગ કરીને સ્ટોનની વિશેષતાઓનું વિશ્લેષણ અને પ્રમાણિત કરે છે.


દુનિયાભરમાં કંપનીની 31 લેબ
આ રિપોર્ટમાં સ્ટોનનો રંગ, કટ, સ્પષ્ટતા અને કેરેટ વજન વિશેની વિગતોનો સમાવેશ થાય છે. કંપનીની દુનિયાભરમાં 31 પ્રયોગશાળાઓ છે જે જ્વેલરી, હીરા અને રત્નોને ગ્રેડ આપે છે. IGI રત્ન અને જ્વેલરીના વેપાર માટે શિક્ષણ અભ્યાસક્રમો અને ડિગ્રી યોજનાઓ પણ પ્રદાન કરે છે અને તેમાં એક રિસર્ચ ડિપાર્ટમેનટ પણ છે. બજાર વિશ્લેષકોના અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં ઇન્ટરનેશનલ જેમમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ IPOની GMP 121 રૂપિયા છે, જે કેપ પ્રાઇસ કરતાં 29 ટકા વધુ છે.


1 વર્ષની FD પર આ બેન્ક આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તો હવે કોની રાહ જોઈ રહ્યા છો


IGI IPO: ઈસ્યુ મેનેજર
એક્સિસ કેપિટલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે.