Labour Day 2020: 1 મે ના રોજ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જાણો તેનો ઈતિહાસ
મજૂર દિવસ (Labour Day) દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી-પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.
નવી દિલ્હી: મજૂર દિવસ (Labour Day) દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી-પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.
મજૂર દિવસ અનેક વર્ષોથી પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે. આજનો દિવસ લેબર ડે કે મે દિવસના નામથી પણ ઓળખાય છે. આ દિવસે મોટાભાગના દેશોની મોટાભાગની કંપનીઓમાં રજા હોય છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના લગભગ 80 દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે.
કેવી રીતે થઈ મજૂર દિવસની શરૂઆત
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886થી થઈ હતી. અમેરિકામાં જ્યારે મજૂર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 9 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકાગોની હેમાર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો તેની જાણકારી તો કોઈને ન હતી પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા અઆને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું અને અનેક મજૂરો માર્યા ગયા હતાં.
શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ ઉજવાયો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેરાત કરાઈ કે હેમાર્કેટમાં નરસંહારમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ ભારત સહિત દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને જાહેર રજા તરીકે મનાવવા લાગ્યાં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube