નવી દિલ્હી: વિદેશ પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર. શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન આગામી આદેશો સુધી લંબાવવામાં આવ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ આ માટે આદેશ જાહેર કર્યો છે. અગાઉ 19 જાન્યુઆરીએ આ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે, દેશમાં કોરોનાને કારણે 23 માર્ચ, 2020 થી શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ફરી જુલાઈ 2020 થી એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને લગભગ 45 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.


આ કામગીરી પર લાગુ થશે નહીં ઓર્ડર
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સોમવારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર અનુસાર સક્ષમ સત્તાધિકારીએ જાહેરાત કરી છે કે ભારતમાં અને અહીંથી શિડ્યુલ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મુસાફરોની સેવાઓના સસ્પેન્શનની મુદત આગળના આદેશો સુધી ચાલુ રહેશે. આ પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.


પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એર બબલની વ્યવસ્થા હેઠળ પેસેન્જર ફ્લાઇટ્સ પર અસર નહીં થાય. અગાઉ, DGCA એ 26 નવેમ્બર, 2021 ના ​​રોજ જાહેરાત કરી હતી કે ભારત 15 ડિસેમ્બર, 2021 થી શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube