નવી દિલ્હી : 11 દેશોની પોલીસ 'ડોન'ને શોધી રહી હતી તો પણ એને પકડવો અશક્ય હતો. આ સિચુએશન ભલે હિન્દી ફિલ્મની હતી પણ  હવે રિયલ લાઇફમાં પણ આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હવે પીએનબી ગોટાળાનો આરોપી અને ભાગેડુ ડાયમંડ બિઝનેસમેન હવે ડોન કરતા પણ મોટો થઈ ગયો છે કારણ કે તેની શોધ 11 નહીં પણ 192 દેશની પોલીસ કરી રહી છે. હકીકતમાં 13,578 કરોડ રૂ.ના ગોટાળાના મામલામાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગનાઇઝેશન (ઇન્ટરપોલ) દ્વારા સોમવારે નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરવામાં આવી છે. પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી વિરૂદ્ધ વિદેશમાં લેવાયેલું આ પહેલું પગલું છે. ઇન્ટરપોલે તેના ભઈ નિશ્ચલ મોદી તેમજ કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબ વિરૂદ્ધ પણ 13578 કરોડ રૂ.ના ગોટાળામાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. નીરવ અને તેના મામા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી આચરવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ મોદી વિરૂદ્ધ ફેબ્રુઆરી મહિનામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ભારતીય તપાસ એજન્સીઓએ RCN જાહેર કરવા માટે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે CBI અને EDએ છેતરપિંડી, ક્રિમિનલ કોન્સપિરન્સી, કરપ્શન તેમજ મની લોન્ડ્રિંગના મામલામાં આ નોટિસ જાહેર કરી છે. 


ભાગેડુ નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરીને ઇન્ટરપોલે પોતાના સહયોગી 192 દેશોને તેની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. નીરવ મોદીની ધરપકડ પછી તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો હેતુ અન્ય દેશોને આરોપી વિશે સતર્ક કરવાનો છે. આનાથી આરોપીની વિદેશ યાત્રાઓ પર અંકશુ મુકી શકાશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક..