લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતા કરતા રહેતા હોય છે. અને અલગ-અલગ જગ્યાઓ પર રોકાણ કરતા હોય છે. જેથી ભવિષ્યમાં આર્થિક રીતે સુરક્ષિત રહે. પણ રોકાણ કરીને મજબૂત નફો મેળવવો તે દરેકના કામ નથી. એની માટે માર્કેટને સમજવું અને ગણતરીપૂર્વકનું જોખમ લેવા માટે આવડત હોવી જરૂરી છે. હસ્તરેખાશાસ્ત્રથી જાણી શકાશે કે લોકોને રોકાણમાં નફો મળશે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથની રેખાઓ પરથી જાણી શકાશે કે તમે કમાણી કરી શકશો કે નહીં

1. હાથની અમુક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિને રોકાણ કરવાથી ફાયદો થશે કે નહીં.
2. જે લોકોના હાથમાં વ્યવસાયની રેખા હોય છે તેવા લોકો જો રોકાણ કરે તો ફાયદો જરૂર થશે
3. હથેળીમાં જીવન રેખા સ્પષ્ટ હોય અને હાથમાં બોક્સ જેવો આકાર બનેલો હોય તો આવા લોકોને રોકાણ કરવાથી થશે ફાયદો
4. જે લોકોના હાથમાં ગુરૂ રેખા હોય છે તેઓ શૅર માર્કેટમાંથી અઢળક પૈસા કમાય છે. પણ જ્યારે માર્કેટ ટૂટે છે ત્યારે મોટા પાયે નુકસાન પણ થાય છે.  
5.  જે લોકોના હાથમાં ચંદ્ર પર્વત પરથી બે રેખાઓ નીકળે છે તેવા લોકોને રોકાણના કામમાં પણ ઘણી સફળતા મળે છે. આવા લોકો મોટા સ્ટોક ટ્રેડર પણ હોય શકે છે
6 જો જીવન રેખાની રેખા ગુરૂ પર બનેલી બોક્સને સ્પર્શે તો આવા લોકો રોકાણ માટે બીજાની લેતા હોય છે મદદ
7. જે લોકોના હાથમાં જીવનની રેખાઓ ગુરૂથી આગળ નીકળી જાય છે તો તેવા લોકો ખૂબ જ વિચારીને રોકાણ કરતા હોય છે. અને તેમને મોટા નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.
 
નોંધ- આ આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર જાણકારી પર આધારિત છે . ZEE NEWS આ અંગેની પુષ્ટિ કરતું નથી.