Investment Tips: પૈસાનું રોકાણ કરવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ છે. તમે તમારા પૈસાનું રોકાણ શેર માર્કેટમાં કરી શકો છો પરંતુ ત્યાં જોખમ હોય છે. તેવામાં જો વમે પૈસાનું કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો તો તમારી પાસે ઘણા વિકલ્પ છે જેમ કે એફડી કે સરકારી સ્કીમ. આજે અમે તમને રોકાણની એક સરકારી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી તેને ડબલ કરી શકો છો. આ સ્કીમ 100 ટકા સુરક્ષિત છે. સાથે તેમાં કોઈ જોખમ પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ  (Kisan Vikas Patra)વિશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જો તમે રોકાણ કરો છો તો તમારા પૈસાના ડબલ કરી શકો છો. આવો વિગતવાર જાણીએ.


કિસાન વિકાસ પત્ર સ્કીમમાં પૈસા થશે ડબલ
જો તમે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં દર મહિને એક ચોક્કસ રકમ 115 મહિના સુધી રોકાણ કરો છો તો તમારૂ રોકાણ ડબલ થઈ જશે. તમને જણાવી દઈએ કે કિસાન વિકાસ પત્રમાં 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. એટલું જ નહીં તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. આ સિવાય મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. 


આ પણ વાંચોઃ ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન


કોણ કરી શકે છે રોકાણ
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં રોકાણ કોઈપણ 10 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. તો NRI આ સ્કીમ માટે પાત્ર નથી. સ્કીમ માટે તમારે તમારૂ એકાઉન્ટ ખોલાવવું પડશે, જે માટે આધાર કાર્ડ, ઉંમર પ્રમાણ પત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, કેવીપી એપ્લીકેશન ફોર્મ જેવા દસ્તાવેજોની જરૂર પડશે.