નવી દિલ્હીઃ ખાનગી નોકરી કરનાર યુવક હોય કે સરકારી નોકરી કરનાર, દરેકને પોતાની અને પરિવારના ભવિષ્યની ચિંતા હોય છે. સરકારી નોકરીઓમાં 2004 બાદ થનારી ભરતીમાં પેન્શનની જોગવાઈ ખતમ કરી દેવામાં આવી છે. તેવામાં નેવૃત્તિ બાદના જીવન માટે આજથી જ પ્લાન કરવો જરૂરી છે. તે માટે તમે અત્યારથી રોકાણ શરૂ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીના નામ પર દર મહિને જમા કરો પૈસા
હવે દરરોજ મોંઘવારી વધી રહી છે તો તમે નિવૃત્તિ બાદ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા મહિનાના વ્યાજ કે આવકની વ્યવસ્થા કરો. નિવૃત્તિ બાદ 1 લાખ રૂપિયાની આવકની સાથે જીવન પસાર કરવા માટે પત્નીના નામ પર દર મહિને કેટલાક રૂપિયા જમા કરવાનું શરૂ કરવું જોઈએ. 


બેન્કોનો એવરેજ વ્યાજદર 5 ટકા
વ્યાજદર નીચલા સ્તરે ચાલી રહ્યો છે. બેન્કોનો એવરેજ વ્યાજદર 5 ટકા છે. નજીકના ભવિષ્યમાં તેમાં વધારાની સંભાવના નછી. આ હિસાબે દર મહિને 1 લાખ રૂપિયા વ્યાજ માટે તમારી પાસે 2.40 કરોડનું ફંડ હોવું જોઈએ. નિવૃત્તિના સમય બાદનું ફંડ અત્યારથી તૈયાર કરવા માટે હાલ એસઆઈપીમાં રોકાણ સારો વિકલ્પ છે. 


આ પણ વાંચોઃ 28 ફેબ્રુઆરી પહેલાં કોઇપણ ભોગે પુરા કરો દો આ કામ, નહીતર થશે મોટું આર્થિક નુકસાન


15 ટકાથી વધુ એવરેજ રિટર્ન
માની લો કે તમારી ઉંમર 30 વર્ષ છે. તો પત્નીના નામ પર મહિને ઓછામાં ઓછા 3500 રૂપિયાની એસઆઈપી શરૂ કરો. છેલ્લા 10 વર્ષના રેકોર્ડ પર નજર કરો તો એસઆઈપીએ 15 ટકા સરેરાશ રિટર્ન આપ્યું છે. આ રિટર્નને આધાર માનીને આગળની ગણતરી કરીશું. 


દર મહિને 3500 રૂપિયાનું કરો રોકાણ
30 વર્ષ સુધી દર મહિને 3500 રૂપિયાનું રોકાણ પર તમે 12.60 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. તેના પર જો તમને દર વર્ષે 15 ટકાનું રિટર્ન મળે છે તો 20 વર્ષ પૂરા થયા બાદ આ રકમ 2 કરોડ 45 લાખ રૂપિયાની નજીક હશે. આ રકમ પર 5 ટકા વાર્ષિક વ્યાજથી દર મહિને 1 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ થાય છે. 


આ પણ વાંચોઃ કેન્દ્રિય કર્મચારીઓને તગડો ઝટકો! 18 મહિનાના DA- એરિયર્સ પર આવ્યું સૌથી મોટું અપડેટ


રિફંડના આધાર પર 10 વર્ષા બેસ્ટ મ્યુચુઅલ ફંડ અને તેનું રિટર્ન
1.  SBI સ્મોલ કેપ મ્યુચુઅલ ફંડઃ 20.04 ટકા
2. નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ મ્યુચુઅલ ફંડ સ્કીમઃ 18.14 ટકા
3. ઇન્વેસ્કો ઈન્ડિયા મિડકેપ મ્યુચુઅલ ફંડ સ્કીમઃ 16.54 ટકા
4. કોટક ઇમર્જિં ઇક્વિટી મ્યુચુઅલ ફંડ સ્કીમઃ 15.95 ટકા
5. ડીએસપી મિડકેપ મ્યુચુઅલ ફંડ સ્કીમઃ 15.27 ટકા


(ડિસ્ક્લેમરઃ કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની જાણકારી લો. ઝી 24 કલાક કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ તમને આપતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube