LIC Jeevan Anand માં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, મળશે 25 લાખ રૂપિયાનું રિટર્ન
LIC Jeevan Anand Policy પોલિસી ધારકોને થોડા રૂપિયાના રોકાણ પર 25 લાખ રૂપિયા સુધીનું રિટર્ન આપે છે. શું છે એલઆઈસીની આ પોલિસી, વિગતવાર જાણો.
નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC)ભારતની સૌથી મોટી અને સૌથી જૂની જીવન વીમા કંપની છે. LIC એ પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારની વીમા યોજના લોન્ચ કરી છે. તેમાંથી એક છે એલઆઈસી જીવન આનંદ (Jeevan Anand Policy)પોલિસી. આ પ્રીમિયમ ટર્મ પોલિસી તે પોલિસીધારકો માટે ડબલ બોનસ લાભ પ્રદાન કરે છે જે એક ચોક્કસ સમય માટે પોલિસીમાં રોકાણ કરે છે.
25 લાખ રૂપિયા સુધીની વીમા રાશિ માટે માત્ર 45 રૂપિયાનું રોકાણ
5 લાખ રૂપિયાની ન્યૂનતમ રકમની સાથે તમે જીવન આનંદ પોલિસી (Jeevan Anand Policy)ની સાથે 25 લાખ રૂપિયા સુધી પ્રાપ્ત કરી શકો છો. આ લાભને પ્રાપ્ત કરવા માટે, તમારે 35 વર્ષ માટે પોલિસીમાં રોકાણ કરવું પડશે અને દર મહિને 1358 રૂપિયા કે દર વર્ષે 16300 રૂપિયા જમા કરવા પડશે. આ માત્ર 45 રૂપિયા પ્રતિ દિવસના રોકાણ માટે કામ કરે છે.
આ પણ વાંચોઃ Gold Price: બજેટ બાદ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, આજે આટલે પહોંચ્યા ભાવ
જીવન આનંદ પોલિસી (Jeevan Anand Policy) માટે જરૂરી ડોક્યુમેન્ટ
જીવન આનંદ પોલિસી (Jeevan Anand Policy)માં રોકાણ કરવા માટે તમારી પાસે આ જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- બેન્ક એકાઉન્ટ
- મોબાઇલ નંબર
- પાન કાર્ડ
આ પણ વાંચોઃ મોદી સરકાર હોળી પહેલા સરકારી કર્મચારીઓના પગારમાં 90,000 રૂપિયા સુધીનો વધારો કરશે!
પોલિસી ધારકો માટે મૃત્યુ લાભ અને રાઇડર લાભ
જીવન આનંદ પોલિસી મૃત્યુ લાભ અને રાઇડર લાભ પણ પ્રદાન કરે છે. જો કોઈ પોલિસી ધારકનું મેચ્યોરિટી પહેલા મૃત્યુ થઈ જાય તો પોલિસી ધારકના નોમિની વ્યક્તિને 125 ટકા સુધી મૃત્યુનો લાભ પ્રાપ્ત થશે. આ પોલિસીમાં ન્યૂનતમ વીમા રકમ 1 લાખ રૂપિયા છે, જેની કોઈ ઉપલી મર્યાદા નથી. આ સિવાય રાઇડર બેનિફિટ એક્સીડેન્ટલ ડેથ એન્ટ ડિસેબિલિટી, એક્સીડેન્ટ બેનિફિટ, ન્યૂ ટર્મ રાઇડર, ન્યૂ ટર્મ ઈન્શ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ માટે કવરેજ પ્રદાન કરે છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જીવન આનંદ પોલિસીમાં રોકાણ કરવા પર ટેક્સમાં કોઈ છૂટ મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube