₹1,000 મહિનાના રોકાણથી તૈયાર થશે ₹8,24,641 નું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમથી થશે કમાલ
જો તમે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા તમારા બાળકોના ભવિષ્ય માટે મોટી રકમ ભેગી કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની પીપીએફ સ્કીમ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ જ્યારે પણ સરકારી સ્કીમમાં રોકાણની વાત આવે તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund- PPF) નું નામ જરૂર આવે છે. આ પોસ્ટ ઓફિસની લોકપ્રિય સ્કીમમાંથી એક છે. સરકારી ગેરંટીવાળી આ સ્કીમમાં મિનિમમ 500 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પીપીએફ સ્કીમ 15 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે. સાથે તેમાં ટેક્સ બેનિફિટ્સ પણ મળે છે.
જો તમે પણ લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા તમારા બાળકોના ભવિષ્ય માટે મોટી રકમ જમા કરવા ઈચ્છો છો તો આ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વર્તમાન સમયમાં આ સ્કીમ પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમે દર મહિને આ સ્કીમમાં બાળકોના નામે 1000 રૂપિયા જમા કરી શકો છો અને તેના માટે 8 લાખથી વધુ જોડી શકો છો. ગણતરીથી સમજો તમારે શું કરવું પડશે.
આ રીતે ભેગા થશે 8 લાખથી વધુ
જો તમે આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષમાં 12000 રૂપિયાનું રોકાણ કરશો. સ્કીમ 15 વર્ષ બાદ મેચ્યોર થશે. પરંતુ તમારે તેને બે વખત 5-5 વર્ષના બ્લોકમાં વધારવાની છે અને ઈન્વેસ્ટમેન્ટને સતત 25 વર્ષ સુધી યથાવત રાખવાનું છે. જો તમે 25 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે કુલ 3,00,000 રૂપિયાનું રોકાણ કરશો. પરંતુ 7.1 ટકા વ્યાજ પ્રમાણે તમને 5,24,641 રૂપિયા માત્ર વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમારી રકમ 8,24,641 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચોઃ Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
PPF એકાઉન્ટ એક્સટેન્શન 5-5 વર્ષના બ્લોકમાં કરાવી શકાય છે. પીપીએફ એક્સટેન્શનના મામલામાં ઈન્વેસ્ટરની પાસે બે પ્રકારના વિકલ્પ હોય છે- પ્રથમ કોન્ટ્રીબ્યૂશનની સાથે એકાઉન્ટ એક્સટેન્શન અને બીજુ, રોકાણ વગર એકાઉન્ટ એક્સટેન્શન. તે માટે તમારે બેન્ક કે પોસ્ટ ઓફિસ, જ્યાં તમારૂ ખાતું છે ત્યાં એક એપ્લીકેશન આપવી પડશે. આ એપ્લીકેશન તમારે મેચ્યોરિટીની તારીખના 1 વર્ષ પૂરુ થતાં પહેલા આપવી પડશે અને એક્સટેન્શન ફોર્મ ભરવું પડશે.
ત્રણ પ્રકારના ટેક્સની પણ થશે બચત
પીપીએફ EEE કેટેગરીવાળી સ્કીમ છે, તેથી તમને આ સ્કીમમાં 3 પ્રકારના ટેક્સમાં છૂટ મળશે. EEE અર્થ છે Exempt Exempt Exempt.આ કેટેગરી સ્કીમમાં વાર્ષિક જમા થનારી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ સિવાય તેમાં મળવા વ્યાજ પર પણ ટેક્સ લાગતો નથી. આ સિવાય મેચ્યોરિટી પર મળનારી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. એટલે કે તમે ત્રણેય પ્રકારના ટેક્સમાં બચત કરી શકો છો.