Millionaire Formula: આજના સમમાં મ્યૂચુઅલ ફંડ્સ (Mututl Funds SIP) માં એસઆઈપી દ્વારા રોકાણ કરવું ખુબ લોકપ્રિય બની ચુક્યુ છે. આવો જાણીએ તમે કઈ રીતે એસઆઈપી દ્વારા રોકાણ કરી 1 કરોડ રૂપિયાનું ફંડ સરળતાથી બનાવી શકો છો. શું છે 15x15x15 ની ફોર્મ્યૂલા જેની ચર્ચા એક્સપર્ટ હંમેશા કરે છે. જેને પગલે તમને મોટો ફાયદો થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે 15x15x15 ની ફોર્મ્યૂલા
આ ફોર્મ્યૂલા કહે છે કે એક ઈન્વેસ્ટર્સ જો 15000 રૂપિયા દર મહિને 15 વર્ષ રોકાણ કરે તો તેને 15 ટકાનું વાર્ષિક રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે.


ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ કહે છે કે એક ઈન્વેસ્ટર 15000 રૂપિયાની એસઆઈપી 15 વર્ષ માટે કરાવે છે. તો તેને 15 ટકાનું રિટર્ન મળવા પર 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થઈ શકે છે. 15 હજાર રૂપિયાનું મંથલી રોકાણ 15 વર્ષમાં 27 લાખ રૂપિયાનું રોકાણ થઈ જશે. જેના પર જો 15 ટકા રિટર્ન મળ્યું તો ઈન્વેસ્ટર કરોડપતિ થઈ જશે. એટલે કે રોકાણકારને 73 લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.


15x15x15 ની ફોર્મ્યૂલા તે કહે છે કે 500 રૂપિયા દરરોજનું રોકાણ 15 વર્ષમાં એક ઈન્વેસ્ટરને કરોડપતિ બનાવી શકે છે. નોંધનીય છે કે પીટીઆઈ અનુસાર કેપિટલ માર્કેટ રેગુલેટર સેબી મ્યૂચુઅલ ફંડ્સ માટે પરફોર્મેંસ લિંક્ડ ઈન્સેટિવ લાવી શકે છે.


(આ રોકાણની સલાહ નથી. મ્યૂચુઅલ ફંડ્સ બજાર જોખમને અધીન છે. તમે કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)