નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયા બાદ અને ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને રાહત તથા અનેક અન્ય જાહેરાતોના પગલે આજે શેરબજારમાં ભર ભાદરવે દીવાળીનો માહોલ છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેઈન્સ ટેક્સ સરચાર્જની છૂટથી ખુશ થયેલા રોકાણકારોએ શેરબજારમાં એક જ કલાકની અંદર 6 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આવી તેજી 10 વર્ષ પહેલા જોવા મળી હતી. હાલ બજાર ફૂલ ગુલાબી જોવા મળી રહ્યું છે. સેન્સેકસમાં 2200નો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 1921.15 પોઈન્ટના વધારા સાથે 38014.62 પોઈન્ટ પર અને નિફ્ટી 569.40 પોઈન્ટના વધારા સાથે 11274.20 પર બંધ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાતોને ઐતિહાસિક ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનો 'માસ્ટરસ્ટ્રોક', જેના કારણે શેર બજારમાં જોવા મળી રેકોર્ડબ્રેક તેજી


રોકાણકારો 6 લાખ કરોડ રૂપિયા કમાઈ ગયા
નાણા મંત્રીની જાહેરાત બાદ ગણતરીની પળોમાં રોકાણકારો 6 લાખ કરોડ રૂપિયા કમાઈ ગયાં. રોકાણકારોને જાણી પ્રી દિવાળી ગિફ્ટ મળી ગઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ નાણા મંત્રીની જાહેરાતો બાદ તરત જ બજારમાં ઉછાળો જોવા મળ્યો અને થોડીવાર માં જ માર્કેટ કેપિટલાઈઝેશન (MCap) 143.45 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ. જે ગુરુવારે 138.54 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો વધારો. બીએસઈનો સેન્સેક્સ સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. સેન્સેક્સમાં એક જ દિવસમાં 1800થી વધુ પોઈન્ટની તેજી 10 વર્ષ પહેલા જોવા મળી હતી. જ્યારે નિફ્ટી પણ 500 અંકથી વધુ દોડીને 11,000 ને પાર પહોંચી ગયો. 10 વર્ષમાં પહેલીવાર ઈન્ટ્રાડે હાઈ છે. જેવો સેન્સેક્સ 2000ને પાર અને નિફ્ટી 560 ઉપર ગયો કે રોકાણકારો 6,27,618 કરોડ રૂપિયા કમાણી કરી ગયા.  


બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...