નવી દિલ્હીઃ  Adani: જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), અદાણી-ટોટલ ગેસ લિમિટેડ અને શેલ સહિત 29 કંપનીઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના KG-D6 બ્લોકમાં બીપીના સૌથી ઊંડા ક્ષેત્રમાંથી ઉત્પાદિત કુદરતી ગેસ માટે સફળ બિડ કરી. સૂત્રોએ આ માહિતી આપી છે. આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ જણાવ્યું હતું કે IOCએ બુધવારે યોજાયેલી ઈ-ઓક્શનમાં વેચાતા 6 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ (યુનિટ્સ)માંથી લગભગ અડધો ગેસ ખરીદ્યો હતો. આ સિવાય ગેઇલે સાત લાખ યુનિટ, અદાણી-ટોટલ ગેસ લિમિટેડે ચાર લાખ યુનિટ, શેલ પાંચ લાખ યુનિટ, જીએસપીસીએ 2.5 લાખ યુનિટ અને આઈજીએસે પાંચ લાખ યુનિટ ગેસ ખરીદ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ
રિલાયન્સ-બીપીએ બુધવારે તેના પૂર્વીય ઓફશોર KG-D6 બ્લોકમાં MJ ફિલ્ડમાંથી ગેસના વેચાણ માટે ઈ-ઓક્શન હાથ ધર્યું હતું. સીએનજી વેચતી સિટી ગેસ કંપનીઓને સપ્લાય માટે પ્રાથમિકતા આપવા માટે સરકારના નવા માર્કેટિંગ નિયમો હેઠળ હરાજી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સિટી ગેસ, ફર્ટિલાઇઝર, ઓઇલ રિફાઇનરી, ગ્લાસ, સિરામિક્સ અને ટ્રેડર્સ સહિત વિવિધ ક્ષેત્રોની 41 કંપનીઓએ બિડમાં ભાગ લીધો હતો.


આ પણ વાંચોઃ Stock Market: 1 વર્ષમાં મળશે 38% નું રિટર્ન, આ 5 સ્ટોકમાં લગાવો દાંવ, જાણો વિગત


ગેસની કિંમત
ગેસની કિંમત વૈશ્વિક LNG બજાર - JKM (જાપાન કોરિયા માર્કર) સાથે જોડાયેલી હતી, પરંતુ સરકાર દ્વારા સૂચિત ટોચમર્યાદા કિંમતને આધીન રહેશે. બિડર્સને 'JKM + V' ફોર્મ્યુલામાં ગેસની કિંમત જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમાં V ચલ છે. તેમણે કહ્યું કે અંતિમ બિડ કિંમત (JKM + $0.75 પ્રતિ 1 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) હતી.


પ્રીમિયમ
આ રીતે JKM પર $0.75 નું પ્રીમિયમ ચૂકવવું પડશે. મે માટે JKM ની કિંમત લગભગ $12.6 પ્રતિ યુનિટ હશે અને આમ MJ ગેસની કિંમત $13.35 પ્રતિ યુનિટ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 29 બિડરોએ પાંચ વર્ષ માટે ગેસ સપ્લાય સુરક્ષિત કર્યો હતો. સફળ બિડર્સમાં ભારતની સૌથી મોટી ઓઇલ કંપની IOCનો સમાવેશ થાય છે, જેણે તેની રિફાઇનરીઓ માટે 1.4 મિલિયન યુનિટ ગેસ ખરીદ્યો હતો. આ સિવાય કંપનીએ યુરિયા સેક્ટર માટે 15 લાખ યુનિટ ગેસ લીધો હતો.


આ પણ વાંચોઃ જાણી લો લોન લેનાર માટેના RBI ના નવા નિયમો, ડિફોલ્ટર થવા પર ઓછા ચૂકવવા પડશે પૈસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube