જાણી તમે પણ અચરજ પામશો પરંતુ આ હકીકત છે, હવે ઘરે બેઠા મળશે પેટ્રોલ - ડિઝલ
ટુંક જ સમયમાં શાકભાજીનાં ફેરિયાઓની જેમ પેટ્રોલ ડિઝલની બુમો પાડતા ફેરિયા જોવા મળે તો નવાઇ નહી
નવી દિલ્હી : હવે તમને ટૂંકમાં જ ઘરે બેઠા પેટ્રોલ અને ડિઝલ મળી શકશે. આઇઓસીએ પુણેની ડિઝલની હોમ ડિલિવરી ચાલુ કરી દીધી છે. શરૂઆતમાં કંપની માત્ર ડિઝલની હોમ ડિલીવરી જ કરી રહી છે. ત્યાર બાદ પેટ્રોલની પણ હોમ ડિલીવરી ચાલુ કરશે. એટલે કે હવે તમારે કારમાં પેટ્રોલ નખાવવા માટે પેટ્રોલ પંપ જઇને લાઇનમાં નહી ઉભુ રહેવું પડે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આઇઓસી (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)ને નવી સર્વિસ ચાલુ કરી દીધી છે. કંપની હવે દરેક ઘરે જઇને ફ્રીમાં ડિઝલ ડિલીવરી કરશે.
સમગ્ર દેશમાં લાગુ થશે સર્વિસ
IOC ચેરમેન સંજીવ સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કંપની ડિઝલની હોમ ડિલિવરી સર્વિસ ચાલુ પુણેથી કરવામાં આવી છે. કંપનીનું લક્ષ્યાંક ટુંકમાં જ આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવા માટેની છે.
કઇ રીતે મળશે ડિઝલ
કંપનીએ તેનાં માટે ડિઝલ ભરવાનાં મશીનને એખ ટ્રકમાં લગાવ્યું છે. આ મશીન તે જ પ્રકારનું છે જે જેવું પેટ્રોલ પંપ પર હોય છે. ટ્રકમાં ટેન્ક પણ લાગેલી હશે. તેનાં દ્વારા શહેરમાં લોકોને ડિઝલની હોમ ડિલિવરી કરવામાં આવશે.
ટુંક જ સમયમાં પેટ્રોલની હોમ ડિલિવરી પણ ચાલુ કરવામાં આવશે.
પેટ્રોલની પણ હોમ ડિલિવરી ઝડપી શરૂ થવાની આશા છે. આઇઓસીની જેમ અન્ય કંપની હિન્દુસ્તા પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને પણ હોમ ડિલિવરી માટે પૈસાની મંજૂરી મળી છે. આ કંપનીઓ દેશનાં અન્ય હિસ્સાઓમાં પાઇલોટ પ્રોજેક્ટ ચલાવશે.
ત્રણ મહિનાનો પાઇલોટ પ્રોજેક્ટ
આઇઓસીનાં ચેરમેન સંજીવ સિંહનું કહેવું છે કે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પેસો) પાસેથી મંજુરી મળ્યા બાદ આ પ્રકારની સેવા ચાલુ કરનારી આઇઓસી પહેલી કંપની છે. હાલ આ પ્રાયોગિક આધાર પર ચાલુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાનાં પરિક્ષણ બાદ પ્રાપ્ત થનારા અનુભવોનાં આધારે તેને અન્ય શહેરોમાં ચાલુ કરવામાં આવશે.
IOCએ પણ કર્યું ટ્વીટ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાલમાં જ થોડા દિવસો પહેલા જ આ અંગેની માહિતી ટ્વીટર પર આપી હતી. આઇઓસી અનુસાર મોબાઇલ ડિસ્પેન્સર પોતાની જાતમાં પહેલું એવું મશીન હશે જે ડિઝલને ઘર સુધી પહોંચાડશે. ગ્રાહકોની સમસ્યાનો જોતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
પેટ્રોલિયમ મંત્રીએ ગત્ત વર્ષે કરી હતી જાહેરાત
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગત્ત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વાતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આઇટી અને ટેલિકોમની જેમ પેટ્રોલિયમ સેક્ટરમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. ટુંક જ સમયમાં પેટ્રોલ અને ડિઝલની હોમ ડિલીવરી ચાલુ કરવામાં આવશે.