IOCL M15 Petrol : પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશને નવા પ્રકારનું પેટ્રોલ બજારમાં ઉતાર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલા નવા પ્રકાર પેટ્રોલથી ઓઇલના ભાવ ઓછા થઇ શકે છે. અસમના તિનસુકિયા જિલ્લામાં 15 ટકા મેથનોલના મિશ્રણવાળા પેટ્રોલ 'એમ15' ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉતારવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વત અને આઇઓસીના ચેરમેન એસએમ વૈદ્યની હાજરીમાં શનિવારે 'એમ15' પેટ્રોલ જાહેર કર્યું છે. તેલીએ કહ્યું કે મેથનોલના મિશ્રણથી ઇંધણની વધતી જતી કિંમતોથી રાહત મળશે. ભાવમાં ઘટાડાથી સામાન્ય જનતાને રાહત મળશે. 


તેમણે કહ્યું કે 'એમ15' ને પ્રાયોગિક ધોરણે જાહેર કરી ઇંધણના મામલે આત્મનિર્ભરમાં આત્મનિર્ભર હોવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી આયાતનો બોજો ઘટશે. એક સત્તાવાર વક્તવ્યમાં મંત્રીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ઉર્જાના મામલે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇન્ડીયન ઓઇલ આ પગલું ભરી રહી છે. 


આ પહલ માટે તિનસુકિયાની પસંદગી અહીં મેથનોલની સરળતાથી ઉપલબ્ધતા હોવાનું જોતાં કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન અસમ પેટ્રોકેમિકલ લિમિટેડ કરે છે. તમને જણાવી દઇએ કે રાજધાની દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 105 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. 


પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલનો રેટ વધારી દેવામાં આવ્યો હતો. કંપનીઓએ 22 માર્ચથી માંડીને 6 એપ્રિલ સુધી 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. 6 એપ્રિલ બાદ અત્યાર સુધી કંપનીઓએ કિંમતમાં કોઇ પ્રકારનો વધારો કર્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube