નવી દિલ્હી : નોકરી કરતી વખતે નિયમ પ્રમાણે દરેક કર્મચારી અને કંપનીએ પીએફની રકમ ઇપીએફઓ પાસે જમા કરાવવાની હોય છે. દર મહિને પગારમાંથી કપાતી રકમ મોટાભાગના કર્મચારીઓ નિવૃત થઈ જાય પછી ઉપાડે છે. નોકરી બદલતી વખતે કે પછી પીએફના પૈસા ટ્રાન્સફર કરાવતી વખતે લોકોને તેમના ખાતામાં રહેલી રકમનો આંકડો ખબર નથી હોતો. આ રકમ જાણવા માટે ઇપીએફઓએ એક નંબર જાહેર કર્યો છે. આ નંબર પર મિસ કોલ કરવાથી અથવા તો પછી એસએમએસથી પણ પીએફની રકમની માહિતી મેળવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે ચેક કરો ઇપીએફ બેલેન્સ
1. ઇપીએફઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર ઇપીએપ બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. 
2. વ્યક્તિ પોતાનો UAN નંબર તેમ પાસવર્ડ નાખીને આ બેલેન્સ ચેક કરી શકે છે
3. ઇપીએફઓની એપથી પણ પીએફ બેલેન્સની માહિતી મેળવી શકાય છે.
4. મિસ કોલ કરીને પણ પીએફ બેલેન્સ જાણી શકાય છે.
5. આ બેલેન્સ જાણવા માટે રજિસ્ટર્ડ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવો પડશે


મિસ્ડ કોલની આ રીત બધાને પસંદ પડી રહી છે કારણ કે એમાં સ્માર્ટ ફોનની જરૂર નથી અને એના માટે કોઈ એપની જરૂરિયાત નથી. મિસ કરવાનું સાવ સહેલું છે અને એ માટે પૈસા આપવાની જરૂર નથી. પીએફમાં પૈસા જમા કરાવવા માટે એક રકમ ચોક્કસ છે. કર્મચારી તેમજ કંપની દર મહિને બેસિક સેલરી તેમજ ડીએના 12 ટકા કાપે છે અને આનો કેટલોક હિસ્સો ઇપીએફમાં જમા થાય છે.