Foxconn: ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપના પાર્ટનર ભારતમાં લાંબા સમયથી iPHONESનું ઉત્પાદન કરી રહ્યાં છે અને હવે કંપનીનું લાંબુ આયોજન સામે આવ્યું છે. ફોક્સકોન  ગ્રુપ ભારતમાં 700 મિલિયન ડોલર એટલે કે લગભગ 5,740 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
 
રોકાણથી ચીનના પ્રોડ્કશનને ભારતમાં લવાશે
ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપના રોકાણછી ચીનમાં થતાં પ્રોડક્શનને ભારતમાં લવાશે. અત્યારે એપલના આઈફોન સહિત અન્ય ઘણી પ્રોડક્ટ્સનું પ્રોડક્શન વોશિંગ્ટન અને બેઈજિંગમાં થઈ રહ્યું છે. પરંતુ હવે ફોક્સકોન આ પ્રોડ્કશનને સંપૂર્ણપણે ભારતમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. કે ફોક્સકોન બેંગ્લોર એરપોર્ટ પાસે 300 એકર જમીન પર નવો પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે. એપલના હેન્ડસેટને આ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે અને આ પ્લાન્ટનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પણ કરવામાં આવશે.
 
ફોક્સકોન ભારતમાં કરશે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ
ભારતમાં ફોક્સકોન અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરશે. જો ભારતમાં આ પ્રકારનું રોકાણ હજુ પણ ચાલુ રહેશે તો દુનિયાના સૌથી મોટા ઉપભોક્તા ઉત્પાદક દેશનો તાજ ચીન પાસેથી જતો રહેશે. ભારતમાં આ રોકાણથી આશરે એક લાખ લોકોને નોકરી મળવાની આશા છે. ફોક્સકોનના ચીન પ્લાન્ટમાં આશરે 2 લાખ કર્મચારીઓ કામ કરે છે. એપલ અને ફોક્સકોને હાલમાં આ રિપોર્ટ પર કંઈ કહ્યું નથી. તાજેતરમાં ફોક્સકોનના ચેરમેન યંગ લિયુ આ અઠવાડિયે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. કર્ણાટક રાજ્ય સરકારે પણ તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. ફોક્સકોન ઉપરાંત વિસ્ટ્રોન કોર્પ અને પેગાટ્રોન કોર્પ પણ ભારતમાં iPhoneનું ઉત્પાદન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન મોદી...ક્રિકેટના અંદાજમાં એસ જયશંકરે કહ્યું કેવી રીતે કામ કરે છે સરકાર


ખુશખબર! છટણીના માહોલમાં દેશની આ 5 દિગ્ગજ કંપનીઓમાં નોકરીનો અવસર


મુકેશ અંબાણીનો જિનેટિક મેપિંગના ક્ષેત્રમાં પણ પગપેસારો, 86 ટકા સસ્તો કરશે આ ટેસ્ટ


ભારતમાં થશે સેમિકન્ડક્ટર પ્રોડક્શન 
હાલમાં જ વેદાંતા ગ્રુપ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ફોક્સકોન ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને આ માહિતી આપી છે. વેદાંતા અને ફોક્સકોને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાત સરકાર સાથે પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 1,54,000 કરોડના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતમાં સેમિકન્ડક્ટર માટે આ પ્રથમ ઉત્પાદન સુવિધા હશે. જણાવી દઈએ કે ભારતમાં ઘણી કંપનીઓ વિવિધ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું ઉત્પાદન કરી રહી છે, પરંતુ સેમિકન્ડક્ટર હવે ભારતમાં પહેલીવાર તૈયાર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube