વોશિંગટનઃ ચીનથી આયાત થનારા 300 અબજ ડોલરના સામાનો પર 1 સપ્ટેમ્બર બાદથી લાગૂ થનારા અમેરિકાના 10 ટકા ટેરિફથી એપલ આઈફોન 100 ડોલર સુધી મોંઘો થઈ શકે છે. વિશ્લેષકોના નિવેદનના હવાલો આપતા સીબીએસ ન્યૂઝે શુક્રવારે સૂચના આપી કે, અમેરિકા, ચીન અને અન્ય બજારોમાં આઈફોનના વિચાણમાં 80 લાખથી 1 કરોડ સુધીનો ઘટાડો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પર નવા ટેરિફને લઈને ગુરૂવારે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ એપલના સ્ટોક વેલ્યૂમાં 42 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


ટ્રમ્પે આ જાહેરાત કરવાની સાથે ચીન સાથે પોતાના વ્યાપારિક યુદ્ધને વધુ ઝડપી કરી દીધું છે. જાહેરાત અનુસાર, 300 અબજ ડોલરના ચીની સામાન પર 10 ટકા નવો ટેરિફ લાગશે અને તે 1 સપ્ટેમ્બરથી લાગૂ પડશે. 


તેનાથી બેઇજિંગ તથા વૈશ્વિક નાણાકીય બજારોને ઝટકો લાગ્યો છે. આ સાથે ટ્રમ્પે તે પણ કહ્યું કે, ટેરિફને તબક્કાવાર રીતે 25 ટકા સુધી વધારી શકાય છે. 


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો