પૈસા રેડી રાખો! 3 મોટા IPO ખુલી રહ્યા છે, એક ગુજરાતની કંપની, રોકાણકારો થશે માલામાલ!
2023માં આવેલા મોટાભાગના આઈપીઓએ પોતાના રોકાણકારોને પોઝિટિવ રિટર્ન આપવાનું કામ કર્યું છે એટલે કે તેમાં પૈસા લગાવનારાઓએ તાબડતોડ કમાણી કરી છે. હવે બે દિવસમાં ત્રણ મોટા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે જેની ગ્રે માર્કેટમાં ધમાલ ચાલુ છે. જાણો આ કંપનીઓ વિશે અને આપીઓની તમામ વિગતો...
આ વર્ષે ભારતીય આઈપીઓ માર્કેટ ગુલઝાર રહ્યું છે અને વર્ષના અંતમાં પણ આ સિલસિલો ચાલુ છે. ખાસ વાત એ છે કે 2023માં આવેલા મોટાભાગના આઈપીઓએ પોતાના રોકાણકારોને પોઝિટિવ રિટર્ન આપવાનું કામ કર્યું છે એટલે કે તેમાં પૈસા લગાવનારાઓએ તાબડતોડ કમાણી કરી છે. હવે બે દિવસમાં ત્રણ મોટા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે જેની ગ્રે માર્કેટમાં ધમાલ ચાલુ છે. જાણો આ કંપનીઓ વિશે અને આપીઓની તમામ વિગતો...
DOMS Industries IPO
પેન્સિલ સ્ટેશનરી અને અન્ય પ્રોડક્ટ્સ બનાવનારી દિગ્ગજ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (DOMS Industries IPO) આજે એટલે કે 13 ડિસેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થવા જઈ રહ્યો છે. જેમાં રોકાણકારો 15 ડિસેમ્બર સુધી પૈસા લગાવી શકશે. આ આપીઓ દ્વારા કંપનીની યોજના બજારમાંથી 1200 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. કંપનીએ પોતાના ઈશ્યુ માટે 750-790 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ રાખ્યો છે. તેના 18 શેરોના એક લોટ માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14220 રૂપિયા લગાવવા પડશે. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમીયમ 480 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
India Shelter Finance Corp IPO
બીજો મોટો આઈપીઓ પણ આજે જ ઓપન થઈ રહ્યો છે. આ ઈશ્યું છે ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશનનો, જેમાં રોકાણકારોને 13થી 15 ડિસેમ્બર સુધી પૈસા લગાવવાની તક મળશે. ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પના ઈશ્યુની સાઈઝ પણ 1200 કરોડ રૂપિયા છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે 469-493 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ રાખ્યો છે. તેના લોટ સાઈઝ 30 શેરોનો છે અને રોકાણકારોને એક લોટની બોલી લગાવવા માટે ઓછામાં ઓછા 14790 રૂપિયા રોકાણ કરવા પડશે. આ સ્ટોક પણ ઓપન થતા પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. મંગળવારે તેનો GMP 40 ટકાથી વધુ ઉછળીને 200 રૂપિયા પર પહોંચી ગયો.
Inox India LTD
ક્રાયોજેનિક ટેંક નિર્માતા આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે 14 ડિસેમ્બરે ઓપન થશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં SEBIમાં પોતાના પ્રારંભિક આઈપીઓ દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આ ઈશ્યુ માટે મંજૂરી મેળવી હતી. અત્રે જણાવવાનું કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે પોતાના હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 2.21 કરોડ શેરોના વેચાણની રજૂઆત એટલે કે ઓફર ફોર સેલ (OFS) છે. આ ઈશ્યું સંપૂર્ણ રીતે OFS છે આથી કંપનીને કોઈ આવક મળશે નહીં અને તમામ પૈસા વેચનારા શેરધારકો પાસે જશે. શેરના વેચાણની એંકર બુક 13 ડિસેમ્બરે ખુલશે જ્યારે ઓફર 18 ડિસેમ્બરે બંધ થશે. સંપૂર્ણ રીતે OFS ઈશ્યુ માટે કંપનીએ 627-660 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ રાખી છે. તેની સાઈઝ 1459 કરોડ રૂપિયાની છે. તેના એક લોટમાં 22 શેર હશે અને રોકાણકારોએ ઓછામાં ઓછા 14520 રૂપિયા રોકાણ કરવાનું રહેશે. તેની ગ્રે માર્કેટમાં પ્રીમિયમની વાત કરીએ તો તે 18 ટકા એટલે કે 120 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
કંપની વિશે વાત કરીએ તો ગુજરાતના વડોદરા સ્થિત આ કંપની અનેક ઈન્ડસ્ટ્રીઝને સર્વિસ આપે છે. તેના સ્ટાન્ડર્ડ ક્રાયોજેનિક ટેંક અને ઈક્વિપમેન્ટ, બેવરેજ કેગ, બીસ્પોક ટેક્નોલોજી, ઈક્વિપમેન્ટ અને સોલ્યુશનની સાથે સાથે મોટી ટર્નકી પ્રોજેક્ટ્સનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલ ગેસો, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ગ્રીન હાઈડ્રોજન, એનર્જી, સ્ટીલ અને મેટિકલ તથા હેલ્થકેર સહિત અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કરાય છે.
90 ટકા મેનબોર્ડ આપીઓ ફાયદાની ડીલ
આ વર્ષે અત્યાર સુધીમાં આવેલા નાની મોટી કંપનીના આઈપીઓમાં મોટાભાગે પૈસા લગાવનારા રોકાણકારો ફાયદામાં જ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો લગભગ 90 ટકા મેનબોર્ડ આઈપીઓએ પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. આ મામલે SME IPO પણ કોઈથી કમ નથી અને તેમાં પૈસા લગાવનારાની રકમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવનારા બે દિવસમાં બે એસએમઈ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે. જેમાં પહેલો Siyaram Recycling નો ઈશ્યુ છે જે 14-18 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. જ્યારે બીજો Shree OSFM E-Mobility નો આઈપીઓ છે અને તે પણ 14 ડિસેમ્બરે ખુલીને 18 ડિસેમ્બરે બંધ થશે.
(ખાસ નોંધ- આઈપીઓ માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ ચોક્કસપણે લેવી.)