IPO માં નથી મળતું એલોટમેન્ટ? માર્કેટ ગુરૂએ ઈન્વેસ્ટરોને આપ્યો મંત્ર, વધી જશે ચાન્સ
માર્કેટ ગુરૂએ કહ્યુ કે સારા IPO માટે અલગ-અલગ ફેમેલી મેમ્બર પોત-પોતાના પાન કાર્ડથી અરજી કરે. આ સિવાય કંપનીના પબ્લિક ઈશ્યૂમાં જો શેરહોલ્ડર્સ કે કર્મચારી કોટા છે તો તેમાં પણ અરજી કરો.
નવી દિલ્હીઃ ઈક્ટિવી માર્કેટની જેમ પ્રાઇમરી માર્કેટમાં પણ ગજબની ધૂમ છે. ધડાધડ ખુલી રહેલા આઈપીઓ અને પછી ધમાકેદાર લિસ્ટિંગથી ઈન્વેસ્ટરોની બલ્લે-બલ્લે થઈ રહી છે. ટાટા ટેક, ગાંધાર ઓયલ, IREDA,સેનકો ગોલ્ડ સહિત અન્ય કંપનીઓના આઈપીઓ શાનદાર ઉદાહરણ તરીકે જોઈ શકાય છે. પરંતુ પબ્લિક ઈશ્યૂમાં મોટા ભાગના ઈન્વેસ્ટરોને એલોટમેન્ટ થતું નથી. માર્કેટ ગુરૂ અનિક સિંઘવીએ આઈપીઓ એલોટમેન્ટને લઈને ખાસ ટિપ્સ આપી છે. જેથી ઈન્વેસ્ટરોને મદદ મળી શકે છે. કારણ કે આઈપીઓ ખુલવાનો સિલસિલો યથાવત છે.
કઈ રીતે મળશે આઈપીઓમાં એલોટમેન્ટ?
માર્કેટ ગુરૂ અનિલ સિંઘવીએ કહ્યુ કે જે IPO ના વધુ સબ્સક્રિપ્શન અને ધમાકેદાર લિસ્ટિંગની સંભાવના હોય, તો તેમાં માત્ર એક લોટ માટે અરજી કરો. એટલે કે રિટેલ કેટેગરીમાં 15000 રૂપિયાનું જ રોકાણ કરો. અન્ય રકમનો ઉપયોગ પરિવારના સભ્યોના નામે અરજી કરો. પરંતુ આ દરમિયાન ધ્યાન રહે કે એક પાન કાર્ડથી ઘણી અરજી કરવાથી એપ્લીકેશન રદ્દ થઈ જશે. તેથી આ ભૂલ કરવાથી બચો.
આ ટ્રિક પણ આવી શકે છે કામ
માર્કેટ ગુરૂએ કહ્યુ કે સારા આઈપીઓ માટે અલગ-અલગ ફેમેલી મેમ્બર પોત-પોતાના પાન કાર્ડથી અરજી કરે. આ સિવાય કંપનીના પબ્લિક ઈશ્યૂમાં જો શેરહોલ્ડર્સ કે કર્મચારી કોટા છે તો તેમાં પણ અરજી કરો. પરંતુ જો ત્યારબાદ પણ આઈપીઓમાં એલોટમેન્ટ ન થાય તો આગામી ઈશ્યૂની રાહ જુઓ. કારણ કે આ ટિપ્સથી એલોટમેન્ટની સંભાવના વધી જાય છે.