આઈપીઓ પર દાવ લગાવનારા રોકાણકારો માટે એક સારા સમાચાર છે. 30 જાન્યુઆરીએ વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આપીઓની સાઈઝ 310.91 કરોડ રૂપિયા છે. અહીં અમે જે આઈપીઓની વાત કરી રહ્યા છીએ તે છે બીએલએસ-ઈ સર્વિસિસ આઈપીઓ. આ કંપની ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ આઈપીઓની વધુ વિગતો ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ફેબ્રુઆરી સુધી તક
BLS E Services આઈપીઓની પ્રાઈસ બેન્ડ 129 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ છે. કંપનીએ 108 શેરોનો એક લોટ બનાવ્યો છે. જે કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,580 રૂપિયાનો દાવ લગાવવો પડે. કોઈ પણ રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકે છે. 


આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. કંપની આઈપીઓ દ્વારા 2.3 કરોડ શેર બહાર પાડશે. અત્રે જણાવવાનું કે શેર બજારમાં કંપનીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. 


ગ્રે માર્કેટમાં શાનદાર ફોર્મ
ઈન્વેસ્ટર ગેઈનના રિપોર્ટ મુજબ કંપની ગ્રે માર્કેટમાં 142 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ હાલ લિસ્ટિંગ સુધી રહ્યા તો કંપની શેર બજારમાં 277 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે આઈપીઓના પહેલા દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ થઈ શકે છે. 


 (Disclaimer: આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube