Motisons Jewellers IPO: જયપુરના મોતીસન્સ જ્વેલર્સનો આઈપીઓ 18 ડિસેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. તેના દ્વારા કંપની 151.09 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. રોકાણકારો પાસે તેમાં 20 ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક રહેશે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓના શેરોની સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. જ્વેલરી કંપનીએ આઈપીઓના પ્રાઈસ બેન્ડ 52 રૂપિયાથી 55 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. અત્રે જણાવવાનું કે કંપનીએ આઈપીઓ ખુલતા પહેલા જ એંકર રોકાણકારો પાસેથી લગભગ 36 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રે માર્કેટની અપડેટ
ગ્રે માર્કેટમાં મોતીસન્સ જ્વેલર્સના આઈપીઓનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઈશ્યુ 16 તારીખે ઈશ્યુ પ્રાઈઝની સરખામણીમાં 104 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેનો અર્થ એ છે કે અપર પ્રાઈઝ બેન્ડના પ્રમાણે કંપનીના શેરોનું લિસ્ટિંગ 159 રૂપિયાના ભાવે થવાની શક્યતા છે. જો આમ થયું તો રોકાણકારોને 189.09 ટકાનો બંપર ફાયદો થશે. અત્રે જણાવવાનું કે GMP માર્કેટ સેન્ટીમેન્ટ બેઝ્ડ હોય છે અને બદલાતું રહે છે. 


આઈપીઓ સંલગ્ન માહિતી
આ આઈપીઓ માટે લોટ સાઈઝ 250 શેરોની છે. રીટલ રોકાણકારોએ ઓછામાં ઓછું 13750 રૂપિયા રોકવા પડશે. મોતિસન્સ જ્વેલર્સના આઈપીઓ હેઠળ 2.74 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર ઈશ્યું કરવામાં આવશે. તેમાં ઓફર ફોર સેલ (OFS) હેઠળ કોઈ વેચાણ નહીં થાય. તેનો અર્થ એ થયો કે આઈપીઓથી ભેગી થનારી પૂરેપૂરી આવક કંપની પાસે જશે. 


ઓફર સાઈઝનો અડધો ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ માટે અને બાકી 35 ટકા શેર રિટેલ રોકાકારો માટે અનામત છે. 


ફંડનો ક્યાં ઉપયોગ થશે
જયપુર સ્થિત છાબડા પરિવારના સામિત્વવાળી જ્વેલરી રિટેલ કંપની આઈપીઓથી થનારી આવકમાંથી 58 કરોડ રૂપિયાનો ઉપયોગ કરજ ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત 71 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ જરૂરિયાતો માટે કરવામાં આવશે. બાકી ફંડ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ખર્ચ  થશે. 


કંપનીએ 55 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર 60 લાખ ઈક્વિટી શેરોના પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા 33 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ત્યારબાદ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં જણાવવામાં આવેલ 3.34 કરોડ ઈક્વિટી શેરો સુધીના ઈશ્યુ સાઈઝને 60 લાખ ઈક્વિટી શેરોથી ઘટાડીને 2.74 કરોડ ઈક્વિટી શેર કરવામાં આવી છે. 


કંપની વિશે માહિતી
મોતિસન્સ જ્વેલર્સે 1997માં જયપુરમાં એક શોરૂમ સાથે પોતાનો જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારબાદ મોતિસન્સ બ્રાન્ડ હેઠળ 4 શોરૂમ ઊભા કર્યા. કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારા નાણાકીય આંકડા નોંધાવ્યા છે. માર્ચ FY 23ને સમાપ્ત વર્ષમાં નેટ પ્રોફિટ 50.5 ટકા વધારીને 22.2 કરોડ રૂપિયા થઈ ગયો. જ્યારે રેવન્યૂ ગત વર્ષની સરખામણીમાં 16.5 ટકા વધીને 366.2 કરોડ રૂપિયા થઈ. જૂન FY 24ના રોજ સમાપ્ત પહેલા ત્રિમાસિકમાં નફો 86.7 કરોડ રૂપિયાના રેવન્યૂ પર 5.5 કરોડ રૂપિયા નોંધાયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube