નવી દિલ્હીઃ Nexus Select Trust IPO: ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન (Blackstone)નો નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ (Nexus Select Trust)નો આઈપીઓ 9 મેએ ખુલશે. કંપની પોતાની રિટેલ આરઈઆઈટી (Retail REIT)આઈપીઓ દ્વારા 3200 કરોડનું ફંડ એકત્રિત કરશે. આ ભારતનો પ્રથમ REIT (Real Estate Investment Trust) આઈપીઓ હશે, જે ભાડા પર અપાતા રિટેલ રિયલ એસ્ટેટ એસેટ્સ દ્વારા સમર્થિત થશે. વર્તમાનમાં સ્ટોક એક્સચેન્જો પર 3 લિસ્ટેટ REITs છે, પરંતુ દરેક ઓફિસ એસેટ્સ દ્વારા સમર્થિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન (Blackstone) પ્રાયોજિત નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ (Nexus Selct Trust)એ પોતાના આઈપીઓ માટે બજાર નિયામક સેબીની પાસે પોતાના ઓફર ડોક્યૂમેન્ટ્સ સબ્મિટ કર્યાં છે. પાછલા વર્ષે નવેમ્બરમાં નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટે સેબીની સાથે પોતાના રિટેલ  REIT પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ રેટ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) દાખલ કર્યાં હતા. 


આ પણ વાંચોઃ શું તમારી પાસે છે આ 2 રૂપિયાનો સિક્કો? તમે પણ મિનિટોમાં બની શકો છો લખપતિ


ઓફર ડોક્યૂમેન્ટ પ્રમાણે પબ્લિક ઈશ્યૂનો કુલ આકાર 3200 કરોડ રૂપિયા છે, જેમાં 1400 કરોડ રૂપિયા સુધીની યુનિટ્સના ફ્રેશ ઈશ્યૂ અને 1800 કરોડ રૂપિયા સુધીના ઓફર ફોર સેલ (OFS)સામેલ છે. આ પહેલાં કંપનીએ પોતાના પ્રસ્તાવિત આરઈઆઈટી પબ્લિક ઈશ્યૂથી 4000 કરોડ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરવાની યોજના બનાવી હતી. 


કંપનીનો બિઝનેસ
આ કંપનીના દેશમાં 14 મોટા શહેરોમાં આશરે 17 મોલ છે. આ દરેક મોલ 1 કરોડ વર્ગ ફુટમાં ફેલાયેલા છે, જેનું માર્કેટ 24400 કરોડ રૂપિયા છે. તેણે ભારતની પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક અને પછી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT લોન્ચ કર્યો. નેક્સસ સેલેક્સ ટ્રસ્ટે દક્ષિણ દિલ્હીમાં સેલેક્ટ સિટીવોક મોલને પણ સામેલ કર્યો છે. 17 શોપિંગ મોલમાં લગભગ 3 હજાર સ્ટોર છે, જ્યારે બ્રાન્ડની સંખ્યા 1100 છે. 


REIT, વૈશ્વિક સ્તર પર એક લોકપ્રિય સાધન, ભારતમાં કેટલાક વર્ષ પહેલા ભાડા પર અપાનારી એસેસ્ટનું મોનેટાઇઝેશન કરવા રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણને આકર્ષિત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ રિયલ એસ્ટેટના મોટા મૂલ્યને અનલોક કરવામાં મદદ કરે છે અને રિટેલ ઈન્વેસ્ટરોની ભાગીદારીને સક્ષમ બનાવે છે. 


આ પણ વાંચોઃ 8th Pay Commission પર આવી મોટી માહિતી, બેસિક સેલેરી થશે 26,000 રૂપિયા!


વર્તમાનમાં ભારતીય સ્ટોક એક્સચેન્જો પર ત્રણ લિસ્ટેડ REITs - Embassy Office Parks REIT,માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક આરઈઆઈટી અને બ્રુકફીલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ (Brookfield India Real Estate Trus) છે, પરંતુ આ તમામ લીઝ ઓફિસ એસેટ્સ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube