બે દાયકા બાદ હાલમાં જ ટાટા ગ્રુપનો એક આઈપીઓ આવ્યો હતો અને તે  ટાટા ટેક્નોલોજીસનો આપીઓ હતો. હવે ટાટા સમૂહ આગામી બેથી ત્રણ વર્ષમાં હજુ વધુ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આવનારા દિવસોમાં ટાટા કેપિટલ, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ, ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી, બિગબાસ્કેટ, ટાટા ડિજિટલ, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, ટાટા હાઉસિંગ, અને ટાટા બેટરીઝના આઈપીઓ લોન્ચ થઈ શકે છે. સમૂહનો ડિજિટલ, રિટેલ, સેમીકન્ડક્ટર, અને ઈલેક્ટ્રિક વાહનોની બેટરી જેવા નવા સેક્ટરોમાં વિસ્તાર કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના આ રણનીતિક પગલાનો હેતુ વેલ્યુને અનલોક કરવાનો, ભવિષ્યની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો અને મર્યાદિત રોકાણકારો માટે નિકાસ વિકલ્પ પ્રદાન કરવાનો છે. નામ ન છાપવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે શેર બજારમાં જવાનો નિર્ણય હંમેશા રણનીતિક હોય છે અને વાસ્તવમાં તેના માટે આઈપીઓમાં ઉતાળવ કરવાની કોઈ યોજના નથી. 


અત્રે જણાવવાનું કે ટાટા સમૂહનો છેલ્લો આઈપીઓ ટાટા ટેક્નોલોજીસનો છે. જે નવેમ્બર 2023માં લોન્ચ થયો હતો. આ અગાઉ 2004માં ટાટા કન્સલ્ટન્સીસ સર્વિસીઝ (TCS)નો આઈપીઓ આવ્યો હતો. અત્રે જણાવવાનું કે ટાટા ગ્રુપનો 2027 સુધીમાં નવી ઈન્ડસ્ટ્રીઝમાં 90 બિલિયન ડોલરના રોકાણની યોજના છે. જેમાં મોબાઈલ કમ્પોનન્ટ્સ, ઈલેક્ટ્રિક વાહન, બેટરી, રિન્યૂએબલ એનર્જી અને ઈ કોમર્સ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube