નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સપ્તાહથી આઈપીઓ માર્કેટમાં ખુબ ધમાલ છે. એસએમઈ અને મેન બોર્ડ બંને આઈપીઓમાં ઈન્વેસ્ટરોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઈશ્યૂ પણ ઈન્વેસ્ટરોને કમાણી કરાવી રહ્યો છે. હવે આ સપ્તાહે ત્રણ નવા આઈપીઓ (IPOs This Week)બજારમાં આવી રહ્યાં છે. સાથે એક શેરનું લિસ્ટિંગ થવાનું છે. આ સિવાય વર્તમાન ઈશ્યૂની વાત કરીએ તો અરવિંદ એન્ડ કંપની શિપિંગ એસએમઈ આઈપીઓ 16 ઓક્ટોબરે બંધ થઈ જશે. અરવિંદ એન્ડ કંપની શિપિંગ આઈપીઓ બીજા દિવસ સુધી 41.33 ગણો સબ્સક્રાઇબ થયો હતો. 
chittorgarh.com ના આંકડા અનુસાર આ આઈપીઓને રિટેલ ઈન્વેસ્ટરોની જોરદાર પ્રતિક્રિયા મળી છે. આવો આ સપ્તાહે આવનાર આઈપીઓ પર નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRM એનર્જી આઈપીઓ
આ મેનબોર્ડ આઈપીઓ બુધવાર, 18 ઓક્ટોબરથી સબ્સક્રિપ્શન માટે ખુલશે. સાથે શુક્રવાર, 20 ઓક્ટોબરે બંધ થશે. આઈઆરએમ એનર્જી આઈપીઓ (IRM Energy IPO) 545.40કરોડ રૂપિયાનો બુલ બિલ્ટ ઈશ્યૂ છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. તેમાં 1.08 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 480 રૂપિયાથી 505 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂ સ્ટોક એક્સચેન્જ બીએસઈ, એનએસઈ પર મંગળવાર, 31 ઓક્ટોબર 2023ના લિસ્ટ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ ₹113 થી વધી ₹1200 પર પહોંચ્યો આ શેર, સ્ટોકમાં 962% નો વધારો, રોકાણકારો ગદગદ


વુમનકાર્ટ આઈપીઓ
વુમનકાર્ટ આઈપીઓ (WomanCart IPO)એક એસએમઈ આઈપીઓ છે. તે 16 ઓક્ટોબર, 2023ના સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 18 ઓક્ટોબર 2023ના બંધ થશે. વુમનકાર્ટ આઈપીઓ 9.56 કરોડ રૂપિયાનો એક ફિક્સ્ડ પ્રાઇઝ ઈશ્યૂ છે. તે 11.12 લાખ શેરનો સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. વુમનકાર્ટ આઈપીઓમાં શેર પ્રાઇઝ 86 રૂપિયા છે. કંપનીના શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. તે 27 ઓક્ટોબરે લિસ્ટ થઈ શકે છે. 


રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્સ આઈપીઓ
આ એક એસએમઈ આઈપીઓ છે. રાજગોર કેસ્ટરનો આઈપીઓ (Rajgor Castor Derivatives IPO)સબ્સક્રિપ્શન માટે 17 ઓક્ટોબરે ખુલશે. આ આઈપીઓથી કંપની 47.81 કરોડ રૂપિયા ભેગા કરશે. આઈપીઓમાં 44.48 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. સાથે 3.33 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ રાખવામાં આવશે. 


આ પણ વાંચોઃ 3 મહિના પહેલા 265 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 690 રૂપિયાને પાર પહોંચ્યો શેરનો ભાવ


આ આઈપીઓનું થશે લિસ્ટિંગ
આ સપ્તાહે કમિટેડ કાર્ગો કેરના આઈપીઓ (Committed Cargo Care) નું શેર બજારમાં લિસ્ટિંગ થશે. આ એસએમઈ આઈપીઓના શેર બુધવાર 18 ઓક્ટોબરે એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. શેર મંગળવાર, 17 ઓક્ટોબરે ડીમેટ એકાઉન્ટમાં જમા થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube