IRCTCનો મોટો ધડાકો, હવે વગર પૈસે બુક કરી શકશો ટ્રેનની કન્ફર્મ ટિકિટ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે બંપર ઓફર રજુ કરી છે.
નવી દિલ્હી: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે બંપર ઓફર રજુ કરી છે. આ ઓફર હેઠળ તમે પૈસા વગર પણ ટિકિટ બુક કરાવી શકશો. જો કે આ માટે તમારું આઈઆરસીટીસી પર રજિસ્ટર્ડ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ ઓફર હેઠળ આઈઆરસીટીસીએ અર્થશાસ્ત્ર ફિનટેક પ્રાઈવેટ લિમિટેડ (ePaLater) સાથે કરાર કર્યો છે. આ કરાર મુજબ તમે ટિકિટ બુકિંગના 14 દિવસ બાદ પેમેન્ટ કરી શકો છો.
યુઝરને મળશે ક્રેડિટ લિમિટ
આઈઆરસીટીસીની નવી ઓફર મુજબ પ્રત્યેક યૂઝરને એકાઉન્ટ પર ક્રેડિટ લિમિટ મળશે. આ ક્રેડિટ લિમિટ યૂઝર મુજબ અલગ અલગ હોઈ શકે છે. ટિકિટ બુક કરતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે ટિકિટ તેઓ બુક કરી રહ્યાં છે તેની અમાઉન્ટ તમારી ક્રેડિટ લીમિટ કરતા ઓછી હોવી જોઈએ. જો તમે 14 દિવસ પહેલા જ તમારી ટિકિટનું પેમેન્ટ કરી દેશો તો તમારી ક્રેડિટ લિમિટ વધતી જશે. સમય પર ચૂકવણી ન કરનારા લોકોની ક્રેડિટ લિમિટ ઓછી થઈ શકે છે.
શું છે આ ePaLater?
ઈ-પેલેટર (ePaLater)થી યૂઝર IRCTCની વેબસાઈટ પર તાત્કાલિક રકમની ચૂકવણી કર્યા વગર પણ ટિકિટ બુક કરી શકે છે. ચૂકવણી તમારે 14 દિવસમાં કરવાની રહેશે. જો તમે આ માધ્યમથી ટિકિટ બુક કરશો તો તમારે 3.5 ટકા વધારાનો સર્વિસ ચાર્જ આપવો પડશે. 14 દિવસની સમય મર્યાદામાં ચૂકવણી ન કરવા બદલ યૂઝરે વ્યાજ ચૂકવવું પડશે.
આ રીતે બુક થશે પેમેન્ટ વગર ટિકિટ
ટિકિટ બુકિંગ માટે પહેલા IRCTC એકાઉન્ટ લોગઈન કરો. ટિકિટ બુકિંગની પ્રોસેસ એટલે કે ટ્રેન અને નામની ડિટેલ નાખ્યા બાદ પેમેન્ટ ડિટેલના પેજ પર જાઓ. અહીં તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, BHIM App, નેટ બેંકિંગથી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે. આ સાથે જ તમને ePayLaterનું ઓપ્શન પણ જોવા મળશે. અહીં તમે ચૂકવણી માટે ePayLater ઓપ્શનને પસંદ કરી શકો છો.
આ રીતે થશે ePayLaterથી બુકિંગ
ePayLaterથી ચૂકવણી કરવા માટે તમારું તેમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. www.epaylater.in પર રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારી સામે બિલ પેમેન્ટનું ઓપ્શન આવે છે. આઈઆરસીટીસીની વેબસાઈટમાં પેમેન્ટ ઓપ્શન પર તેની પસંદગી થયા બાદ ચૂકવણી કર્યા વગર જ ટ્રેનની ટિકિટ મળી જશે. બુક કરાયેલી ટિકિટ 24 કલાકની અંદર તમારા એડ્રસ પર પહોંચશે.