IRCTCએ શરૂ કરી નવી સેવા, હવે ટ્રેનમાં રોકડા રૂપિયાની જરૂર નહીં પડે
કેટરિંગ સેવાઓમાં પારદર્શિતા અને પેસેન્જરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ઓન ધ સ્પોટ બિલિંગ સેવા શરૂ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ શુક્રવાર (25 જાન્યુઆરી)એ ભારતીય રેલવેએ પોતાના મુસાફરોને વધુ એક સુવિધાની ભેટ આપી છે. અત્યાર સુધી ટ્રેનમાં સફર કરવા દરમિયાન કેટરિંગ સુવિધા માટે કેશ આપવી પડતી હતી. પરંતુ IRCTCએ 25 જાન્યુઆરીએ નિવેદન આપીને કહ્યું કે, કેટરિંગ સેવાઓમાં પારદર્શિતા અને પેસેન્જર્સની સુવિધાને ધ્યાનમાં રાખતા ઓ ધ સ્પોટ બિલિંગ સેવા શરૂ કરવામાં આવી હતી. જ્યારે પેસેન્જર્સ કાર્ડના માધ્યમથી PoS (પોઈન્ટ ઓફ સેલ) મશીનના માધ્યમથી સ્વાઇપ કરી પેમેન્ટ કરી શકે છે.
ઓનલાઇન પેમેન્ટની સુવિધા શરૂ થવાથી વેન્ટરો દ્વારા વધુ ચાર્જ વસુલવા પર લગામ લાગશે. એક્સપ્રેસ ટ્રેનોમાં દરેક કોચમાં ઓછામાં ઓછા 8 PoS મશીનો આપવામાં આવશે. IRCTCએ આપેલી માહિતી પ્રમાણે હાલમાં પેન્ટ્રી કારો માટે 2191 મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં વધુ મશીનો ઉપલ્બધ કરાવવામાં આવશે. 15 ફેબ્રુઆરી સુધી અભિયાન ચલાવીને તે નક્કી કરવામાં આવશે કે તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મશીનો ઉપલ્બધ છે કે નહીં.
થોડા દિવસ પહેલા રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ટ્રેનમાં ટિપ્સ આપવાની કોઈ જરૂર નથી. આ સાથે કહ્યું કે, બિલ આપવામાં ન આવે તો પૈસા આપવાની પણ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, માર્ચ સુધી તમામ ટ્રેનોમાં જમવાના ભાવની યાદી આવી જશે. Pos મશીનોને લઈને કહ્યું હતું કે, આ કામ 31 માર્ચ પહેલા પૂરુ કરી દેવામાં આવશે.