નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગ વેબસાઈટ 'IRCTC' કેટલાય કલાકોથી અટકી પડી છે. IRCTC વેબસાઈટ બંધ થવાને કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે ટ્વિટર પર ટિકિટ બુક ન કરી શકવા પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્વીટર પર આવી રહેલા યુઝર્સના રિએક્શન મુજબ IRCTCની વેબસાઈટ લગભગ 5-6 કલાકથી બંધ છે. વેબસાઈટ બંધ થવાની સમસ્યા IRCTC એપ પર પણ જોવા મળી રહી છે. IRCTCના ટ્વિટર હેન્ડલ પરથી આ સમસ્યા અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
 
આઈઆરસીટીસી વેબસાઈટ પર ટિકિટ કઢાવવા જઈ રહેલા લોકો માટે સ્ક્રીન પર મેઈન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ઈ-ટિકિટીંગ સેવા હજી ઉપલબ્ધ નથી, થોડીવાર પછી પ્રયાસ કરો.. લખવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય જે લોકો ટિકિટ કેન્સલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અથવા TDR ફાઈલ કરી રહ્યાં છે તેમને કસ્ટમર કેર નંબર 0755-6610661,0755-3934141 પર કૉલ કરવા માટે કહેવામાં આવ્યું છે.


IRCTCએ 9.24 વાગ્યે મેઈન્ટેનન્સના કારણે  વેબસાઈટ બંધ થવાની જાણકારી આપી છે. આઈઆરસીટીસી દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે જણાવવામાં આવ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube