નવી દિલ્હી : ઈન્શ્યોરન્સ પ્રક્રિયાને નિયંત્રિત કરતી ઓથોરિટી IRDAIએ કંપનીઓને સૂચના આપી છે કે અકસ્માતમાં કારના ડ્રાઈવર કે માલિકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેમને હવે 15 લાખ સુધીનું એક્સિડન્ટ કવર કરશે. નવા નિર્દેશ પ્રમાણે હવે મોટર પોલીસીમાં પર્સનલ એક્સિડન્ટ પ્રોટેક્શનનો સમાવેશ કરવામાં આવશે. આ સુધારાથી ઘરના સદસ્યનું એક્સિડન્ટમાં મોત થાય ત્યાર બાદ પરિવારજનોને પડતી મુશ્કેલી ઓછી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRDAIએ કંપનીઓને સૂચના આપી છે કે તેમણે વાર્ષિક પોલીસીમાં રૂ. 750ના પ્રિમિયમનો વધારો કરીને બધા જ પ્રકારના વાહનોના ડ્રાઈવર-માલિકોનો સમાવેશ કરી લેવાનો આદેશ આપ્યો છે. વાહન ખરીદવા સાથે ગ્રાહકે આ ઈન્શ્યોરન્સ પણ ખરીદવો જ પડશે. કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી કવર માટે ઈન્શ્યોરન્સ આપવો ફરજિયાત છે. પરંતુ લોંગ ટર્મ પોલિસીમાં ઈન્શ્યોરન્સની કિંમત કેટલી રાખવી તે IRDAએ ઈન્શ્યોરન્સ કંપની પર છોડી દીધું છે.


મદ્રાસ હાઈકોર્ટે ઓક્ટોબર 2017માં એક્સિડન્ટના એક કેસમાં આપેલા ચુકાદાને પગલે IRDAએ આ મહત્વની સૂચના જારી કરી છે. કોર્ટે IRDAIને પર્સનલ એક્સિડન્ટ કવર 1 લાખથી વધારીને ઓછામાં ઓછા 15 લાખ સુધી કરવાની સૂચના આપી હતી. કોર્ટનો આશય ઈન્શ્યોરન્સ કવરથી માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકોને જો ઈન્જરી થઈ હોય અથવા તો તેમનું મોત થાય તો તેમના પરિવારજનોને આર્થિક લાભ મળે તેવો છે. ઈન્શ્યોરન્સ ધરાવનાર વાહન ચલાવનાર માલિક કે ડ્રાઈવર, વાહનમાં સાથે બેસનાર વ્યક્તિ, વાહનમાંથી ચડવા-ઉતરવા જનાર વ્યક્તિને પણ આ કવરનો લાભ મળશે તેવું IRDAIએ સરક્યુલરમાં જણાવ્યું છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...