જો તમે ચલાવતા હો કાર કે બાઇક તો જરૂર વાંચો ઇરડાનો નવો આદેશ
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ હવે કડક વલણ અપનાવ્યું છે
નવી દિલ્હી : મહાનગર તેમજ આખા દેશમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના પગલાં લેવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલામાં આદેશ જાહેર કર્યા છે. જોકે એના કારણે કોઈ બદલાવ નથી જોવા મળી રહ્યા. હવે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) પ્રદૂષણ મામલે કડક વલણ અપનાવ્યું છે.
ઇરડાએ કહ્યું છે કે માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) વગર વાહનોનો વીમો નહીં કરાવી શકાય. ઇરડાએ એક નોટિફિકેશન જાહેર કરીને તમામ વીમા કંપનીઓને એવા વાહનોનો વીમો કરવાની ના પાડી દીધી છે જેની પાસે માન્ય પીયુસી નહીં હોય. વાહનનો વીમો દર વર્ષે રિન્યુ થતો હોય છે. આ સંદર્ભમાં સપ્રીમ કોર્ટના આદેશ પછી ઇરડાએ આ પગલું લીધું છે.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક મામલામાં વીમા કંપનીઓને એવા વાહનોનો વીમો ઉતારવાની ના પાડી જેની પાસે માન્ય પીયુસી ન હોય. દરેક વાહન પાસે વૈદ્ય પીયુસી હોવું જરૂરી છે. જો એવું ન હોય તો મોટર કાયદા હેઠળ માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય છે. સડક પરિવહન મંત્રાલયે તમામ ઇ્ન્શ્યોરન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક ગાડીની ડિટેઇલ શેયર જેનો ઇ્ન્શ્યોરન્સ કરવામાં આ્વ્યો હોય.