32 રૂપિયા પર આવ્યો હતો IPO, 5 મહિનામાં પહોંચ્યો 165 રૂપિયાને પાર, 421% ની તોફાની તેજી
ઇરેડાના શેર 5 મહિનામાં 32 રૂપિયાથી વધી 165 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીનો આઈપીઓ નવેમ્બર 2023માં 32 રૂપિયા પર આવ્યો હતો. ઇરેડાના શેર 10 એપ્રિલ 2024ના 166.40 રૂપિયા પર બંધ થયા છે.
નવી દિલ્હીઃ 5 મહિનામાં ઇરેડાના સ્ટોકે લોકોને માલામાલ કરી દીધા છે. ઇરેડા (IREDA)નો આઈપીઓ નવેમ્બર 2023માં 32 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 10 એપ્રિલ 2024ના 166.40 રૂપિયા પર બંધ થયા છે. 32 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે ઇરેડાના શેર 421 ટકા વધી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 215 રૂપિયા છે. તો ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (ઇરેડા) ના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 49.99 રૂપિયા છે.
કંપનીના શેરમાં 421 ટકાની તોફાની તેજી
ઇરેડા (IREDA)નો આઈપીઓ 21 નવેમ્બર 2023ના ઓપન થયો હતો અને 23 નવેમ્બર સુધી ઓપન રહ્યો હતો. સરકારી કંપની ઇરેડાના શેર 29 નવેમ્બર 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 49.99 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર તેજી સાથે 59.99 રૂપિયા પર બંધ થયા હતા. લિસ્ટિંગવાળા દિવસે કંપનીના શેર પર 87 ટકાનો ફાયદો થયો હતો. લિસ્ટિંગ બાદ ઇરેડાના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર 10 એપ્રિલ 2024ના 166.40 રૂપિયા પર પહોંચી ગયા છે. ઇરેડાના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 2150 કરોડ રૂપિયા સુધી હતી.
આ પણ વાંચોઃ 61% સુધી ઘટી શકે છે આ શેર, 5 રૂપિયા પર આવી શકે છે ભાવ, એક્સપર્ટે ચેતવ્યા
38 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો હતો કંપનીનો આઈપીઓ
ઇરેડાના આઈપીઓ ટોટલ 38.80 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 7.73 ગણો દાવ લાગ્યો હતો. જ્યારે નોન-ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ કેટેગરીમાં 24.16 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં ક્વોલીફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)નો કોટા 9.80 ગણો સબ્સક્રાઇબ થયો હતો. ઇરેડાના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 460 શેર હતા. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે ઇરેડાના આઈપીઓમાં ઓછામાં ઓછા 14720 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થયા હતા.