Train Status: તમારી ટ્રેન સમયસર છે કે પછી છે લેટ... આ 4 રીતે ઘર બેઠા જાણો ટ્રેનનું રનિંગ સ્ટેટસ
Train Running Status: જ્યારે ટ્રેન લેટ હોય અને સ્ટેશન પર સામાન સાથે રાહ જોવી પડે ત્યારે ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને ઉનાળાના આ દિવસોમાં જ્યારે ટ્રેન મોડી હોય છે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે ઘર બેઠા તમારી ટ્રેનનું રનીંગ સ્ટેટસ જાણી શકો છો.
Train Running Status: દેશમાં કરોડો લોકો રોજ ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરે છે. લાંબી અને આરાદાયક યાત્રા માટે લોકો ટ્રેનની પસંદગી કરે છે. તેવામાં જ્યારે ટ્રેન લેટ હોય અને સ્ટેશન પર સામાન સાથે રાહ જોવી પડે ત્યારે ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને ઉનાળાના આ દિવસોમાં જ્યારે ટ્રેન મોડી હોય છે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે ઘર બેઠા તમારી ટ્રેનનું રનીંગ સ્ટેટસ જાણી શકો છો. તમે ઘર બેઠા ઓનલાઈન આ રીતે ચેક કરી શકો છો કે તમારી ટ્રેન સમયસર છે કે લેટ.
આ પણ વાંચો:
સસરા મુકેશ અંબાણી અને પતિ આકાશ સાથે શ્લોકા પહોંચી સિદ્ધિવિનાયક દર્શન કરવા
તમે પણ તમારી દીકરી કે પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા ખોલાવી શકો છો MSSC ખાતુ
ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ
1. વેબસાઈટ પર ચેક કરો ટ્રેનનું રનીંગ સ્ટેટ્સ
સૌથી પહેલા ભારતીય રેલવેની ઇન્કવાયરી માટેની વેબસાઈટ પર જવું.
તેમાં કેપ્ચા કોડ ઉમેરો અને પછી ટેક્સ બોક્સમાં ટ્રેન નો નંબર નોટ કરો.
ત્યાર પછી મુસાફરી ની તારીખ પસંદ કરો અને પછી સર્ચ કરવાથી ટ્રેનની સ્થિતિ તમારી સ્ક્રીન પર જોવા મળશે.
2. એપ્લિકેશનથી ટ્રેનનું સ્ટેટસ જાણો
રેલવે વિભાગની નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ નામની એપ પરથી પણ તમે ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણી શકો છો. તેના માટે play store પરથી NTES એપ ડાઉનલોડ કરો ત્યાર પછી સ્પોટ યોર ટ્રેન વિકલ્પ પસંદ કરો. ત્યાર પછી તમારા ફોનમાં એક પેજ ખુલશે તેમાં તમારી ટ્રેન નો નંબર એડ કરો. ત્યાર પછી અન્ય એક પેજ ખુલશે જેમાં તમને જાણવા મળશે કે તમારી ટ્રેન હાલ ક્યાં છે અને હવે પછીનું સ્ટેશન કયું હશે. આ સિવાય એપ્લિકેશન પરથી તમને એ જાણકારી પણ મળી જશે કે તમારી ટ્રેન સમય પર ચાલી રહી છે કે મોડી છે.
3. Google map પરથી જાણો
આ બંને વિકલ્પો ઉપરાંત google મેપ વડે પણ તમે જાણી શકો છો કે તમારી ટ્રેન ક્યાં પહોંચી છે. Google મેપ માં તમારી ટ્રેન ક્યાં પહોંચી છે મોડી છે કે નહીં તે બધી જ જાણકારી સરળતાથી મળી રહે છે.
4. આ સિવાય ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણવા માટે તમે 139 પર કોલ કરીને ટ્રેનની સ્થિતિ જાણી શકો છો.