દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની એક માત્ર દિકરી ઇશા અંબાણીની સગાઇ આનંદ પીરામલ સાથે થઇ ગઇ છે. ઇટલીમાં થયેલી રિંગ સેરેમનનીમાં ઇશા-આનંદે એક બીજા રીંગ પહેરાવી હતી. વર્ષના અંત સુધીમાં ઇશા અંબાણીના લગ્ન પણ થઇ જશે, તેના પરિવારના સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ લગ્નને ખાસ બનાવા માટે ઇશા જાતે જ લોકેશનની શોધ કરી રહી છે. ઇશાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે તશે, તેના માટે પણ લોકેશન નક્કી કરી લેવામાં આવ્યું છે. જ્યારે ડિસેમ્બરમાં અંબાણી પરિવારની પુત્રીના લગ્ન મુંબઇમાં થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી નાની અરબપતિ બિઝનેલ વુમન 
એશિયાની 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની લિસ્ટમાં ઇશા અંબાણી તેના જીવનમાં કોઇ રાજકુમારીથી કમ નથી. ખાસ વાત તો એ છે, કે ઇશાએ બહુ ઓછી ઉંમરમાં મુકેશ અને નીતા અંબાણીની પુત્રી તરીકે નહિં પણ તેની પોતાની ઓળખ ઉભી કરીને એક અલગ ઓળખ ઉભી કરી છે. વર્ષ 2015માં ઇશા અંબાણીનું નામ ફોબ્સની યાદીમાં સૌથી નાની ઉંમરની અરબપતિ બિઝનેસ વુમનની લિસ્ટમાં બીજા નંબર પર સામિલ થયું હતું. 2018માં ફોબ્સે તેને ઉત્તરાધિકારીની લિસ્ટમાં પણ બીજુ સ્થાન આપ્યું હતું. 



4710 કરોડની માલકિન 
ઇશા અંબાણી પીરામલ ખાનદાનના વારિસ આનંદ પીરામલ સાથે લગ્ન ગ્રંથીથી જોડાવા જઇ રહી છે. અત્યારે ઇશા અંબાણી રિલાયન્સ ઇડસ્ટ્રીઝની કેટલીય કંપનીઓમાં મહત્વનું પદ સંભાળી રહી છે. ઇશા અંબાણીની દર વર્ષની કમાણી લગભગ 4710 કરોડ રૂપિયા છે. ઇશા 16 વર્ષની ઉંમરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 80 મિલિયન ડોલરના શેરની માલકિન બની ગઇ હતી. 


બે કંપનીઓમાં છે ડાયરેક્ટર 
ઇશા અંબાણી એક સક્સેસફુલ બિઝનેસ વુમન છે. 1991માં જન્મેલી ઇશા અને તેનો ભાઇ આકાશ ટ્વિંસ છે. ઇશા રિલાયન્સની ટેલીકોમ અને રિટેલ કંપનીઓની ડાયરેક્ટર છે. ઇશાએ તેનો અભ્યાસ ધીરૂભાઇ ઇન્ટરન્શનલ સ્કૂલમાંથી કર્યો છે. આ બાદ વર્ષ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને એશિયન સ્ટડીજમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.



આનંદ પીરામલ પણ 10 અરબ ડોલરની પીરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર છે. આ ગ્રુપ ફાર્માસ ફાઇનેશિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ, ગ્લાસ પૈકેઝિંગ અને ઇન્ફોર્મેશન સર્વિસના ધંધા સાથે જોડાયેલું છે. આનંદના પિતા પીરામલ ગ્રુપ અને શ્રી રામ ગ્રુપના ચેરમેન છે. ફોબ્સની 2018ની રિપોર્ટ અનુાસાર અજય પીરામલની નેટ ઇન્કમ 480 કરોડ ડોલર એટલે કે, 350 લાખ કરોડ રૂપિયા છે. અજય પીરામલ દેશના 22માં સૌથી ધનીક વ્યક્તિઓમાં છે.