નવી દિલ્હી: એશિયાના સૌથી ઘનવાન વ્યક્તિ અને રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમની દીકરી ઈશા અંબાણના લગ્ન ડિસેમ્બરમાં થશે. પરંતુ, આ પહેલા ઈશા અને આનંદ પીરામલ ઇટલીમાં સગાઇ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 21 સપ્ટેમ્બરે ઈશા અંબાણી અને આનંદ પીરામલને રીંગ પહેરાવશે. જોકે, ઈશાની સગાઇ પાર્ટી મુંબઇમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, હવે ઇટલીમાં મોટા સ્તર પર સગાઇ સમારોહનું આયોજન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સગાઇની આમંત્રણ પત્રિકાઓ મોકલવી દેવામાં આવી છે. અમારી સહયોગી વેબસાઇટ્સ DNAને મળી જાણકારીમાં આ વાતને સંબધીઓએ પુષ્ટી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા ઈશાના થશે લગ્ન
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈશાના ભાઇ આકાશ અંબાણીના લગ્ન ડિસેમ્બરમાં થઇ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. 30 મેએ મુંબઇમાં આકાશ અને શ્લોકા મહેતાની સગાઇ કરવામાં આવી હતી. ત્યારથી આ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આકાશના લગ્ન ઈશા પહેલા થશે. પરંતુ, અત્યારે સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યા છે કે ઈશા અંબાણીની 21મી સપ્ટેમ્બરે સગાઇ થશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં લગ્ન થશે. જોકે આ પહેલા એક પ્રી-વેડિંગ બેશની પણ તૈયારી કરવામાં આવી છે.


પ્રી-વેડિંગની તૈયારીઓ પણ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશા અને આનંદના પરિવારે પ્રી-વેડિંગ સેરેમની માટે લોકેશન ફાઇનલ કરવાનું શરૂ કરી દીધું છે. સંબધીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરના છેલ્લા અઠવાડીયું અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડીયામાં પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. અંબાણી અને પીરામલ પરિવારના સભ્યોએ લોકેશન લગભગ ફાઇનલ કરી દીધું છે. આશા કરવામાં આવી રહી છે કે રાજસ્થાનના ઉદયપૂરમાં સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ હાઇ પ્રોફાઇલ વેડિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ સામેલ થઇ શકે છે.



ડિસેમ્બરમાં થશે લગ્ન
ભારતીય રીતિ-રિવાજો મુજબ ઘરમાં દીકરીના લગ્ન પહેલા કરવામાં આવે છે. આ કારણે અંબાણી પરિવાર પણ આકાશ પહેલા ઈશાના લગ્ન કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશા અને આનંદની ભવ્ય વેડિંગ 12 ડિસેમ્બરે મુંબઇમાં થઇ શકે છે.


મુંબઇમાં પણ થઇ શકે છે સગાઇની પાર્ટી
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઇ ઇટલીમાં થવાની છે. પરંતુ, આ પહેલા 8 મેએ મુંબઇના એંટીલિયા (મુકેશ અંબાણીના ઘર)માં ઈશા અને આનંદની સગાઇ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં રમત જગતથી લઇને બોલીવુડની ઘણી સેલિબ્રિટીને સામેલ કર્યા હતા. તમને જણાવી દઇએ કે, ઈશા અને આનંદ ઘણા સમયથી મિત્ર છે બંને પરિવાર એક બીજાને ગત ચાર વર્ષથી ઓળખે છે.



ગ્રેજ્યુએશન સેરેમનીમાં પહોચ્યો હતો પરિવાર
આ પહેલા 13 સપ્ટેમ્બરે ઈશા અંબાણીએ તેની એમબીએની ડિગ્રી હાંસલ કરી છે. ઈશા અંબાણીએ જુનમાં જ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના બિઝનેસ સ્કૂલથી માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી પૂરી કરી હતી. જેને લઇ 13 સપ્ટેમ્બરે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેને ડિગ્રી સોંપવામાં આવી હતી. આ સમયે ઈશા અંબાણીનો સમગ્ર પરિવાર હાજર હતો. સાથે તેનો મંગેતર આનંદ પીરામલ પણ ત્યાં પહોંચ્યો હતો.