ઈશા અંબાણીએ એકવાર નહીં વારંવાર પહેર્યો છે નીતા અંબાણીનો આ ડાયમંડ નેકલેસ
Nita Ambani Diamond Necklace: અંબાણી પરિવારના સભ્યોમાંથી સૌથી વધુ આકાશ અંબાણી-શ્લોકા મહેતા, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી-આનંદ પીરામલની જોડી ચર્ચામાં હોય છે. અંબાણી પરિવારના આ કપલની તસવીરો અવારનવાર વાયરલ થતી હોય છે. જો કે હાલ તો ઈશા અંબાણીની તસવીર વાયરલ થઈ રહી છે.
Nita Ambani Diamond Necklace: મુકેશ અંબાણીનું નામ ભારતના જ નહીં એશિયા સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં ટોચ પર આવે છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના સંતાન આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી અવારનવાર ચર્ચાનો વિષય બને છે. ખાસ કરીને તેમની લાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો સતત આતુર હોય છે.
આ પણ વાંચો:
Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, નફાનો આંકડો જાણી રહી જશો દંગ
ફોર્મ 16 વગર પણ રિટર્ન કરી શકાય ફાઇલ, જાણો કોને અને ક્યારે નથી પડતી તેની જરૂર
જાણો કુટુંબ પેન્શન મેળવવા માટેના નિયમો, દીકરીઓને પણ પરિવારમાં મળે છે આ હક
અંબાણી પરિવારના સભ્યોમાંથી સૌથી વધુ આકાશ અંબાણી-શ્લોકા મહેતા, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી-આનંદ પીરામલની જોડી ચર્ચામાં હોય છે. અંબાણી પરિવારના આ કપલની તસવીરો અવારનવાર વાયરલ થતી હોય છે. જો કે હાલ તો ઈશા અંબાણીની તસવીર વાયરલ થઈ રહી છે.
ઈશા અંબાણીએ વર્ષ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. પરંતુ હાલમાં જે ચર્ચા છે તે છે ઈશા અંબાણીએ પહરેલા એક નેકલેસની. આ નેકલેસ ચર્ચાનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને ઈશા અંબાણીની તસવીરોએ લોકોને ચોંકાવી દીધા છે. અને ચર્ચા શરુ થઈ છે ઈશા અંબાણીએ પહેરેલા માતા નીતા અંબાણીના નેકલેસની.
એક ફોટોમાં ઈશા અંબાણી પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા આઉટફીટમાં જોવા મળે છે. આ ફોટામાં ઈશાએ જે નેકલેસ પહેર્યો છે તે તેની માતા નીતા અંબાણીનો છે. આ નેકલેસ તે ઘણી વખત ફંકશનમાં પહેરી ચુકી છે. સૌથી પહેલા તેણે પોતાના લગ્નમાં પણ આ નેકલેસ પહેર્યો હતો. ઈશા અંબાણી પહેલા વર્ષ 2018માં નીતા અંબાણીએ ગણેશ ચતુર્થીના અવસરે આ હાર પહેર્યો હતો.