ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયેલના પ્રદાનની નોંધ લઇ ગુજરાતમાં પણ ઇઝરાયેલની કંપનીઓ ઇનોવેશન ક્ષેત્રે જોડાય તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે ગુજરાતના આઈ-ક્રિએટ સાથે ઇઝરાયેલ કંપનીઓ ઇનોવેશનના માધ્યમથી જોડાવા આમંત્રણ પાઠવી ઉમેર્યું હતું કે, આવા પારસ્પરિક સહયોગથી યુવાનોને નવા સંશોધનો માટે તક મળશે. 


ઇઝરાયેલના એમ્બેસેડર ડો. રોન માલ્કા (Dr. RON MALKA)ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં મૂડીરોકાણની વિશાળ તકો સંદર્ભે વિચાર-વિમર્શ કર્યો હતો અને ઇઝરાયેલ કંપનીઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે ઉત્સુક હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં એમ્બેસી ઓફ ઇઝરાયેલના ડેપ્યુટી ચીફ ઓફ મિશન સુશ્રી માયા કાદોશ તેમજ કોન્સ્યુલ જનરલ શ્રીયુત યાકોવ ફિન્કેલ્સ્ટેઇન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સૌનું ગુજરાતની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.