New ITR Filing Rules: જો તમે પણ ટેક્સપેયર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કરી દીધો છે. જોકે સરકારે વધુ લોકોને ટેક્સ બ્રેકેટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો દાયરો વધારી દીધો છે. નાણામંત્રાલયે તેની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રાલયે જાહેર કર્યો આદેશ
નાણામંત્રાલયે જાહેર કર્યો આદેશ
નાણામંત્રાલય તરફથી જાહેર આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ ઇનકમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવામાં આવશે. આ નવા નિયમ 21 એપ્રિલથી લાગૂ માનવામાં આવશે. 


જાણો શું કહે છે નવો નિયમ?
નવા નિયમ અનુસાર જો કોઇ કારોબારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇનકમ 60 લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઇલ કરવું પડશે. જો કોઇ નોકરિયાતની કમાણી વાર્ષિક 10 લાખથી વધુ છે તો તેમને ITR TCS ની રકમ એક વર્ષમાં 25,000 થી વધુ છે ત્યારે પણ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. તમને જણાવી દઇએ કે 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે  TDS+TCS ની લિમીટ 50,000 રૂપિયા રાખવામાં આવી છે.


બેંક ડિપોઝિટ પર પર લાગશે ITR 
નવા નોટિફિકેશનના અનુસાર બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ 1 વર્ષમાં 50 લાખ અથવા તેનાથી વધુ છે, તો એવા ડિપોઝિટર્સને પણ પોતાનું રિટર્ન ફાઇલ કરવું પડશે. 21 એપ્રિલથી નવા નિયમ લાગૂ માનવામાં આવશે. સરકારનું માનવું છે કે નવા ફેરફારોથી ઇનકમ ટેક્સ ફાઇલિંગનો દાયરો વધારવામાં આવશે અને વધુમાં વધુ લોકોને ટેક્સ નેટમાં લાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube