ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશે
ITR Filing : વેપારીઓને આઈટીઆર ફાઈલિંગ કરવામાં આડે આવતી મોટી તકલીફનું સોલ્યુશન આવી ગયું છે, હવે રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ હશે તો તેને બદલી શકાશે
ITR Filing Rule Change : ITR ભરવાની કામગીરી ચાલી છે. અત્યાર સુધી એવુ હતું કે, જો ITR ભરવામાં કોઈ ભૂલ થાય તો આવકવેરા વિભાગે તમારી નાની નાની ભૂલોને માર્ક કરે અને નોટિસ મોકલી છે. આવામાં સાવચેતીથી રિટર્ન ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતું હવે વેપારીઓને 7 વર્ષ બાદ આમાં મોટી રાહત મળી છે. હવે રિટર્નમાં ભૂલ કે ખામી હશે તો સુધારી શકાશે. જીએસટી કાઉન્સિલે વેપારીઓનો પ્રસ્તાવ માન્ય રાખ્યો છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલિંગને વધુ સરળ બનાવવા ઈનકમ ટેક્સ વિભાગે અનેક સુવિધાઓ આપી છે. કરદાતા જાતે જ આઈટી રિટર્ન ફાઈલ કરી શકે તેવી સરળ સિસ્ટમ તૈયાર કરી છે. પરંતુ ફાઈલિંગ દરમિયાન થતી સામાન્ય ભૂલ પણ તમારૂ રિફંડ કેન્સલ કરાવી શકે છે. અમુક પ્રકારની ભૂલોથી તમે આઈટી રિટર્નમાં વિલંબ, ઓડિટ અથવા આવકવેરા વિભાગ દ્વારા પેનલ્ટીનો ભોગ બની શકો છો. આવામાં દર વર્ષે વેપારીઓને આઈટી રિટર્ન ભરવું એ મોટી જફા હોય છે. ભૂલ થવાની શક્યતા વધારે હોય છે. આવામાં અત્યાર સુધી વેપારીઓને ભૂલ થવા પર સીધી પેનલ્ટી લાગતી હતી, તેઓને ભૂલ સુધારવાની તક મળતી ન હતી. પરંતુ હવે જીએસટી કાઉન્સિલે કરદાતાઓને રિટર્ન સુધારવાની તક ઉપલબ્ધ કરાવી છે.
લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે
હવે સુધારો કરી શકાશે
જીએસટી કાઉન્સિલની તાજેતરની બેઠકમાં આ પ્રશ્ન ઉઠ્યો હતો અને આ સમસ્યા હળવી કરવા માટે જીએસટીઆર 1-એ લાવવાની ભલામણ કાઉન્સિલે નેટવર્કને કરી આપી છે. 11 તારીખે જે રિટર્ન ફાઇલ કરેલુ હોય તેમાં જો ભૂલ હોય તો, વેપારીઓ-કરદાતા 20મી તારીખ સુધીમાં સુધારો કરી શકશે અને તેની અસર જીએસટીઆર 3-બીમાં રીફ્લેક્ટ આપોઆપ થઇ જશે. તેના કારણે વેચાણના આંકડા મીસમેચ, વેરાશાખ માટે અન્ય કરદતાને પણ નડતી સમસ્યાઓ સહિતના પ્રશ્નો હળવા થઇ જવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, જીએસટી કાઉન્સિલના આ પ્રસ્તાવથી લાખો વેપારીઓને મોટી રાહત થશે. કારણ કે, રિટર્નમાં નાનકડી ભૂલથી પણ નોટિસ વિના વેપારીઓના બેન્ક ખાતા ટાંચમાં લેવાતા હતા. કરદાતાથી કોઈ પણ ભૂલ થાય તો નોટિસન વિના બેંક ખાતા એટેચમેન્ટ કરવા સહિતના આકરા પગલા લેવામાં આવતા હતા.
રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ભૂલ થઈ જતી તો જીએસટીઆર 3બીમાં પણ તકલીફ થતી હતી. બાદમાં વેપારીઓને વેરાશાખ લેવામાં મુશ્કેલીઓ આવતી હતી. જ્યાં સુધીમાં તે સુધરે ત્યાં સુધી વેપારીઓને મોટી સમસ્યા રહેતી. આમ, વેપારીઓની આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે. રિટર્નમાં ભૂલથી નોટિસ વિના વેપારીઓના બેંક ખાતા એટેચમેન્ટમાં મુકાઇ રહ્યા હતા, જેથી હવે વેપારીઓને આ તકલીફનો સામનો નહિ કરવો પડે. હવે રિટર્ન સુધરી શકશે.
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો