નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી મોટા ધનકુબેર રહ્યાં નથી. ચીનના ઉદ્યોગપતિ અને અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના સંસ્થાપક જૈક મા, અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેલના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સાથે-સાથે વૈશ્વિક બજારમાં ઘટાડા બાદ ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણીની સંપત્તિ સોમવારે 5.8 અબજ ડોલર ઘટીને 41.9 અબજ ડોલર (2.93 લાખ કરોડ રૂપિયા), ત્યારબાદ તેઓ એશિયાના સૌથી વધુ સંપત્તિવાન લોકોની યાદીમાંથી ખસીને બીજા સ્થાને પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈકની સંપત્તિ 2.6 અબજ ડોલર વધુ
એશિયાના સૌથી ધનવાનોની યાદીમાં ચીનના જૈક મા ટોપ પર આવી ગયા છે, જેની સંપત્તિ 44.5 અબજ ડોલર (3.11 લાખ કરોડ રૂપિયા) છે, જે મુકેશ અંબાણીની સંપત્તિથી 2.6 અબજ ડોલર (18,200 કરોડ રૂપિયા) વધુ છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ પ્રમાણે, ચીની ઉદ્યોગપતિ જૈક મા 44.5 અબજ ડોલરની સંપત્તિની સાથે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે, જ્યારે ભારતના મુકેશ અંબાણી બીજા સ્થાને આવી ગયા છે. 


તેલના ખેલથી બગડી રમત
મહત્વનું છે કે તેલની કિંમતોને લઈને સાઉદી અરબ અને રૂસ વચ્ચે શરૂ થયેલા જંગને કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં 1991 બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. 


રિલાયન્સના શેરમાં 12 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં તેનાથી આવેલા ઘટાડાને કારણે સોમવારે રિલાયન્સના શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જે 2009 બાદ સૌથી મોટો ઘટાડો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર