જલેશમાં માણો સુપર લક્ઝરી ક્રુઝનો અનુભવ, દીવ પહોંચી પહેલી ટ્રીપ
મુંબઇથી દીવ વચ્ચેની આ ક્રુઝનો આરંભ થઇ ચૂક્યો શક્યો છે. મુંબઇથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે જલેશ નામનું ક્રુઝ આવી પહોંચ્યું છે. ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતું ક્રુઝ મુંબઇથી દીવ પહોંચતા 12 કલાક લાગ્યા છે.
મુંબઈ : ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની...... આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! જોકે હવે ભારતમાં પણ આ વિકલ્પ ઉપલબ્ધ છે. ભારતની પ્રથમ સેવન સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. મુંબઈથી ગોવા અને દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે. ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે.
મુંબઇથી દીવ વચ્ચેની આ ક્રુઝનો આરંભ થઇ ચૂક્યો શક્યો છે. મુંબઇથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે જલેશ નામનું ક્રુઝ આવી પહોંચ્યું છે. ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતું ક્રુઝ મુંબઇથી દીવ પહોંચતા 12 કલાક લાગ્યા છે. આ ક્રુઝમાં બેસનાર એક વ્યક્તિ પાસેથી 8 હજારનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. સાંજે ફરી દીવથી આ ક્રુઝ મુંબઇ જવા રવાના થશે અને 21 તારીખે ફરી દીવ આવી પહોંચશે. ડિસેમ્બર મહિનામાં મુંબઇ-દીવ વચ્ચે ત્રણ ટ્રીપ કરશે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે. ક્રુઝમાં કુલ 14 ડેક આવેલા છે અને દરેક ડેક ઉપર લાઈફ ટાઈમ મેમરીમાં રહે તેવા અનુભવ પણ છે.
જલેશ ક્રુઝ ઉપર મુસાફરી કરવી દરેકનું સપનું બની ગયું છે. જે એક વખત જલેશ ક્રુઝની સફર કરે છે તે વારંવાર સફર કરવા તત્પર બને છે.