નવી દિલ્હીઃ જમ્મુ એન્ડ કાશ્મીર એટલે કે જેએન્ડકે બેન્કે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. આ ક્વાર્ટરમાં બેન્કનો પ્રોફિટ 45 ટકા ઉછળી 551 કરોડ રૂપિયા રહ્યો. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કનો પ્રોફિટ 381 કરોડ રૂપિયા રહ્યો હતો. શેરબજારને આપેલી માહિતીમાં, આ બેંકે કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને 3,420 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2954 કરોડ રૂપિયા હતી. બેન્કની વ્યાજની આવક ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,764 કરોડથી વધીને રૂ. 3,124 કરોડ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રોસ એનપીએની ડિટેલ
તમને જણાવી દઈએ કે બેન્કની એસેટ ક્વોલિટી સુધરી છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) સુધરીને ગ્રોસ ડેટના 3.95 ટકા થઈ ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા તે 5.26 ટકા હતી. એ જ રીતે, નેટ એનપીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.04 ટકાની સરખામણીએ ઘટીને 0.85 ટકા થઈ છે. બેંકનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR) સપ્ટેમ્બર 2023ના અંતે 14.53 ટકાથી વધીને 14.99 ટકા થયો છે.


આ પણ વાંચોઃ મોદી સરકારે દિવાળી પર કારોબારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આપી મોટી ભેટ, હવે થશે ડબલ ફાયદો


શેરની સ્થિતિ
જમ્મુ અને કાશ્મીર એટલે કે J&K બેંકના શેરની વાત કરીએ તો શુક્રવારે તેની ભારે માંગ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર 4.10% વધીને રૂ.97.70 પર બંધ થયો હતો. એક દિવસ પહેલા બેંકનો શેર રૂ. 93.85 પર હતો, જે ટ્રેડિંગ દરમિયાન રૂ. 99.80 પર પહોંચ્યો હતો. 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ, શેર રૂ. 152.45 પર ગયો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. 23 ઓક્ટોબર, 2024ના રોજ શેર રૂ. 88.20 પર હતો. આ સ્ટોકનો 52 સપ્તાહનો નીચો સ્તર છે. આ અર્થમાં સ્ટોક રિકવરી મોડમાં આવી ગયો છે.


શેર બજારમાં મોટો ઘટાડો
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 662.87 પોઈન્ટ ઘટી 79402.29 પોઈન્ટ પર બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન તે 927.18 પોઈન્ટ તૂટી 79137.98 પોઈન્ટ પર આવી ગયો હતો. ઘટાડાને કારણે શુક્રવારે ઈન્વેસ્ટરોની સંપત્તિ 6.80 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ હતી.