ઝી મીડિયા/બ્યૂરો :ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ત્યારે  જયેન મહેતાને GCMMF ના સીઓઓ પ્રમોટ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયેન મહેતા જેઓ GCMMF માં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. જેમને ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના સીઓઓ તરીકે પ્રમોટ કરાયા છે. જેઓ પ્લાનિંગ અને માર્કેટિંગમાં કાર્યરત હતા.  GCMMF બોર્ડની 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે જયેન મહેતાને પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. 


આ પણ વાંચો : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ: કુલ 49 આરોપી દોષિત, પુરાવાને અભાવે 28 ને નિર્દોષ છોડાયા


GCMMF માં સીઓઓનુ પદ એમડી બાદ આવે છે. હાલ આરએસ સોઢી GCMMF ના એમડી તરીકે કાર્યરત છે. તેમણે 2010 માં એમડી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2020 માં તેમનો બીજો કાર્યકાળ સમાપ્ત થયા બાદ બોર્ડના સદસ્યોએ આરએસ સોઢીની નિયુક્તિ આગળ વધારી હતી. 


જયેન મહેતાને આ સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટિંગ), જીસીએમએમએફ (અમૂલ) ને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.


ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે રૂ. ૫૩,૦૦૦ કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના ૩૬ લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.