સૌથી ધનવાન બેજોસે ખરીદ્યુ લોસ એન્જલસમાં સૌથી મોંઘુ ઘર, કિંમત 1,171 કરોડ રૂપિયા
એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસ એન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડ રૂપિયાથી વધુ)નું આલીશાન ઘર ખરીદ્યુ છે. લોસ એન્જલસમાં મોંઘી સંપત્તિનો આ નવો રેકોર્ડ છે.
સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસ એન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડ રૂપિયાથી વધુ)નું આલીશાન ઘર ખરીદ્યુ છે. લોસ એન્જલસમાં મોંઘી સંપત્તિનો આ નવો રેકોર્ડ છે.
બેજોસે કોની પાસે ખરીદ્યુ નવું ઘર?
અમેરિકાના અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ પ્રમાણે, બેજોસે આ આલીશન ઘર (વોર્નર એસ્ટેટ)ને મીડિયા ઉદ્યોગપતિ ડેવિડ ગેફેન પાસે ખરીદ્યુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોસ એન્જલસમાં કોઈ રહેણાક સંપત્તિનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. આ પહેલા 2019માં લાશન મર્ડોકે બેલ- એર એસ્ટરને ખરીદવા માટે આશરે 15 કરોડ ડોલરની ચુકવણી કરી હતી.
કેટલો મોટો છે બેજોસનો નવો બંગલો?
પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે, વોર્નર એસ્ટેટ નામનો આ બંગલો બેવર્લી હિલ્સમાં નવ એકરમાં ફેલાયેલો છે. તેમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ સહિત અન્ય ઘણી વસ્તુ છે. વોર્નર બ્રધર્સના પૂર્વ અધ્યક્ષ જેક વોર્નરે આ ઘરને 1930માં બનાવ્યું હતું.
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે બેજોસ
ઈકોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોનના મુખિયા જેફ બેજોસની સંપત્તિ 110 અબજ ડોલરથી વધુ છે. તેમને વિશ્વના સૌથી ધનવા વ્યક્તિ માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV